તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કલ્યાણ મેળા થકી ગરીબોને પગભર કરવા સરકાર કટિબદ્ધ

કલ્યાણ મેળા થકી ગરીબોને પગભર કરવા સરકાર કટિબદ્ધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણામાંયોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના 7042 લાભાર્થીને 134.68 કરોડના ખર્ચે સભાના અધ્યક્ષ રમણભાઇ વોરાના હસ્તે સાધન સહાય અપાઇ હતી, જેમાં નખત્રાણાના 3755, લખપતના 1677 અને અબડાસાના 1610 લાભાર્થીનો સમાવેશ કરાયો હતો. તા અકે અધ્યક્ષીય વકતવ્યમાં સરકાર રાજ્યમાં ગરીબોને પગભર બનાવવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

અધ્યક્ષે કહ્યું હતું કે, વર્ષો પહેલાં ચાલતી પ્રણાલીમાં વચેટિયા કટકી કરી જતા અને સાચા લાભાર્થીઓ રહી જતા હતા, જેથી રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા યોજીને સીધા લાભાર્થીને હાથમાં સહાય આપવાથી ગરીબોની સંખ્યા ઘટતી જાય છે.

સરદાર પટેલ 562 રજવાડાનું એકીકરણ કરીને દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું હતું, પણ તે વખતે કાશ્મીરનો પ્રશ્ન પંડિત જવાહરલાલ નહેરૂ ઉકેલી શક્યા અને આજે પણ આપણે યાતના ભોગવી રહ્યા છીએ, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કાશ્મીરનો પ્રશ્નો ઉકેલવા તરફ થઇ રહ્યા છે, તેમ તેમણે વર્તમાન સ્થિતિને ટાંકતાં જણાવ્યું હતું. પેટે પાટા બાંધીને દીકરા-દીકરીને ભણાવવા, વ્યસનમુક્ત રહેવાની સલાહ અાપી હતી. જિ.પં. પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, નીરવભાઇ ભારદિયા, ગોપાલક નિગમના અરજણભાઇ રબારી, નંદાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલી, છબીલભાઇ પટેલ, ડીડીઓ સી.જે. પટેલે ગરીબ કલ્યાણ મેળાથી સીધો લાભ મળતાં તેનો આનંદ ગરીબોને મળે છે તેમજ જણાવ્યું હતું. પહેલા અધ્યક્ષનું ડે. કલેક્ટર દેસાઇ અને અંસારીએ સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, તા.પં. પ્રમુખ ભરતભાઇ સોમજિયાણી, ઉષાબા જાડેજા, વસંતભાઇ વાઘેલા, રાજેશ પલણ, પરેશસિંહ જાડેજા, ઉમરશી ભાનુશાલી, મહેશોજી સોઢા, ડાયાભાઇ સેંઘાણી, એએસપી હિમકરસિંઘ, સી.પી. વાઘેલા, ચંદ્રીકાબેન લીંબાચીયા, નયનાબેન પટેલ, દયાબેન ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ના. મામલતદાર જોગસિંહ દરબારે કહ્યું હતું.

નખત્રાણામાં ત્રણ તાલુકાના ગરીબોને 134.68 કરોડની સહાય અપાઇ

અન્ય સમાચારો પણ છે...