• Gujarati News
  • નખત્રાણામાંસિંચાઈમાં ઇજનરે તરીકે નોકરી કરતા એક ક્ષત્રિય અગ્રણીના ઘરમાં

નખત્રાણામાંસિંચાઈમાં ઇજનરે તરીકે નોકરી કરતા એક ક્ષત્રિય અગ્રણીના ઘરમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણામાંસિંચાઈમાં ઇજનરે તરીકે નોકરી કરતા એક ક્ષત્રિય અગ્રણીના ઘરમાં તસ્કરી થતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હજી બે દિવસ અગાઉ નગરમાં એક સાથે ત્રણ ઘરમાં ચોરી થયા બાદ બનાવ પણ સમયે બન્યો હોવાની શંકા સામે આવી હતી. અગ્રણી અમદાવાદ હોવાથી ચોરીનો આંક જાણી શકાયો નહોતો.
મળતી વિગતો પ્રમાણે નખત્રાણાના મણિનગરમાં વસવાટ કરતા અગ્રણી અર્જુનદેવસિંહ ચુડાસમા લખાય છે દરમિયાન તેમના પરિવાર સાથે અમદાવાદના પ્રવાસે છે. એવામાં સોમવારે રાત્રે તેમના ઘરમાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. આસપાસના લોકો પણ ઘટનાને પગલે ટોળે વળ્યા હતા. ઘરમાં ચીજ-વસ્તુઓ વેરવિખેર જોવા મળી હતી. અાગેવાનના પુત્ર સાથે ફોન પર થયેલી વાતચીત પ્રમાણે તેમણે બનાવને સમર્થન આપ્યું હતું. અગ્રણી વતનમાં પરત આવે ત્યારે કઇ-કઇ વસ્તુઓ ચોરાઈ વિશે જાણવા મળે એમ તેમણે જણાવ્યું હતું. બનાવ વિશે જોકે, પોલીસ સ્ટેશનમાંથી મોડે સુધી કોઇ જાણકારી મળી શકી નહોતી.
ઉલ્લેખનીય છે કે, હજી શનિ-રવિવારની રાત્રે કોઇ શખ્સો નખત્રાણાના નવાવાસમાં ઘૂસ્યા હતા અને એક સાથે આસપાસમાં આવેલા ત્રણ ઘરમાંથી રોકડ અને સેલફોનની ચોરી કરી હતી, ત્યાં મણિનગરમાં ચોરીનો બનાવ સામે આવતાં ખળભળાટ વ્યાપી ગયો હતો.
નવાવાસ બાદ નિશાચરો મણિનગરમાં ઘૂસ્યા
{ અમદાવાદના પ્રવાસે ગયા અને તાળાં તૂટ્યા
નખત્રાણામાં ક્ષત્રિય અગ્રણી
ઇજનેરના ઘરમાં તસ્કરી