• Gujarati News
  • નિરોણાના દવા અને વૈજ્ઞાનિક કેનેડામાં કેન્સર રોકતી દવાઓ પર કરશે સંશોધન

નિરોણાના દવા અને વૈજ્ઞાનિક કેનેડામાં કેન્સર રોકતી દવાઓ પર કરશે સંશોધન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
\\\"મેંહંમેશાં મારી સાથેના લોકો કરતાં અલગ વિચાર્યું છે, મેં હંમેશાં મારા કાર્યક્ષેત્રમાં ટોચ પર પહોંચવાનું લક્ષ રાખ્યું અને તેના માટે હું સતત કાર્યશીલ રહ્યો છું\\\'... શબ્દો છે પાવરપટ્ટીના નિરોણાના યુવાન અને દવા વિજ્ઞાનક્ષેત્રે જેણે મૂઠ્ઠી ઉંચેરું માન મેળવ્યું છે એવા ડો.બલરામ ગજરાના.

મૂળ નખત્રાણા તાલુકાના નિરોણાના અને હાલે વલ્લભ વિદ્યાનગરના ચાંગા સ્થિત ચરોત્તર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફાર્મસી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.બલરામ જખુભાઇ ગજરાએ દવા વિજ્ઞાનમાં પીએચડી કર્યું છે અને તેઓને વધુ સંશોધન માટે કેનેડાનું પીઆર (પરમેનેન્ટ રેસીડન્સ) મળેલું છે. કેનેડા જઇ તેઓની યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મસીમાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ સાથે ટીચિંગ આસિસ્ટન્ટશિપ માટે પસંદગી થઇ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નેજા હેઠળ

...અનુસંધાન પાના નં. 4

2012માં કેનેડામાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ પોતાના રિસર્ચ પેપર રજૂ કરેલા છે. હાલમાં તેઓના માર્ગદર્શન હેઠળ બે વિદ્યાર્થી પીએચડી કરી રહ્યા છે.

ડો. બલરામ

પરિવાર હંમેશાં પ્રોત્સાહક બની રહ્યો

ડોક્ટરપત્ની ભક્તિ ગજરા અને અઢી વર્ષના પુત્ર વીર સાથે કેનેડા સ્થાઇ થવા જઇ રહેલા ડો.બલરામ ગજરાને પરિવારના માતા-પિતા અને ભાઇ-ભાભીનો પ્રેમ અને હૂંફ કાયમ પ્રોત્સહક બની રહ્યા હતા. વૈજ્ઞાનિક કક્ષાએ પહોંચ્યા હતા. વતન-પરિવાર-સમાજ અને દેવસ્થાન પ્રત્યેની શ્રદ્ધા અતૂટ રહી છે.

એન્ટીકેન્સરદવાઓ ઉપર સંશોધન

ડો.બલરામગુજરાત એન્ટી વાઇરલ અને એન્ટીકેન્સર દવાઓ ઉપર સંશોધન કરી રહ્યા છે, જે કેનેડામાં પણ ચાલુ રહેશે. દવાઓ મોઢા વડે લઇ શકાતી નથી ફક્ત ઇન્જેક્શનથી લેવી પડે છે. તે દવાઓને નેનો ટેક્નોલોજીની મદદથી મોઢા વડે ટેબલેટ અથવા કેપ્સ્યૂલથી આપી શકાય તેનું સંશોધન ચાલુ છે.