તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિથોણ માં B.S.N.L મોબાઇલનો ટાવર ત્રણ દિવસથી બંધ હાલતમાં

વિથોણ માં B.S.N.L મોબાઇલનો ટાવર ત્રણ દિવસથી બંધ હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના વેપારની દ્રષ્ટીએ મહત્વના એવા વિથોણમાં B.S.N.L કપનીનો મોબાઇલ ટાવર ત્રણ દિવસથી ઠપ્પ થઇ જતાં વિથોણ અને આજુબાજુના મોરજર,ચાવડકા, ભડલી,થરાવડા,ધાવડા,આણંદસર ગામના લોકો સંપર્ક વિહોણા બની ગયા છે બધી કપની કરતા B.S.N.L કપની કોલ ચાર્જ સસ્તા હોવાથી લોકો કપનીને પસંદ કરે છે પણ B.S.N.L કપનીની લગડાતી સેવાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે અવાર-નવાર ટાવર બંધ થઇ જતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

ખાનગી કંપનીની સ્પર્ધામાં સંચાર નિગમ ઉણું ઉતરતાં ગ્રાહકોને ફરજિયાત ખાનગી કંપનીના મોબાઇલ કનેકશન લેવાની ફરજ પડી રહી છે. વિથોણ ગામ વેપારની દ્રષ્ટીએ હમેશા અગ્રેસર છે ગામમાં ખરીદી કરવા આજુબાજુના ગામના લોકો તથા દુરથી પણ અહી આવે છે ત્યારે જોઇએ તેવી સુવિધાઓ મળતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. આના કારણે વેપારીઓ,બેન્ક,શાળા તેમજ આજુબાજુના ગામડાના લોકો પરેશાન છે.તંત્રની બેદરકારીનો ભોગ આમ આદમી બની રહ્યા છે તેવું તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઇ નરસિંગાણીએ રોષ સાથે જણાવ્યું હતું.

7થી વધુ ગામનો સંપર્ક ઠપ્પ થતાં ઉપભોકતાઓને હાલાકી: અવારનવાર સર્જાતી સમસ્યાનું તાકીદે નિરાકરણ જરૂરી

અન્ય સમાચારો પણ છે...