• Gujarati News
  • National
  • દેવીસરમાં મોમાય માનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

દેવીસરમાં મોમાય માનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવીસરમાં મોમાય માનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

નખત્રાણા: નખત્રાણાતાલુકાના દેવીસર ગામ મધ્યે ચૌહાણ(વાળંદ) પરિવારના મોમાય માતાજીના મઢનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત 2073 ચૈત્ર સુદ-5 તા.1/4 શનિવારે દિપપ્રાગટય સવારે 8:30 કલાકે,ગણેશપુજન-મંડપપ્રવેશ તા.2/4 રવિવારે ચંડીપુજન, માતાજીની પ્રાણપ્રતિષ્ઠા,ખેતરપાળ દાદાની પ્રતિષ્ઠા તેમજ પુરશાદાદાની પ્રતિષ્ઠા સવારે 10 કલાકે તેમજ તા.3/4 સોમવારે મહેમાનોનુ આગમન(કોડ) થશે. જમીનના દાતા ભુપેન્દ્રભાઇ છાભૈયા,ચંદુલાલ છાભૈયા,ડાયાભાઇ છાભૈયા તેમજ રામદેવભાઇ ચાવડા,ભીમજીભાઇ છભાડીયા,સરપંચ ધનજીભાઇ આહીર રહ્યા છે. આચાર્ય પદે વિનુ મારાજ(દેવીસર વાળા) રહેશે. પ્રસંગે મોમાય માતાજીના ભુવા જીવાભાઇ રબારી,દેવજીભાઇ ચૌહાણ(આણંદપર-યક્ષ) તથા પુરશાદાદાના ભુવા મહેશભાઇ ચૌહાણ તેમજ રાજકીય તથા સામાજીક આગેવાનો હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...