• Gujarati News
  • નખત્રાણા તાલુકામાં 9468 શોચાલય બનશે

નખત્રાણા તાલુકામાં 9468 શોચાલય બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનુંએક પણ ઘર શૌચાલય સુવિધા વિહોણુ રહે તે માટે મુખ્યમંત્રીએ કરેલા આહવાનને અનુસરતાં નખત્રાણા તાલુકાના ત્રણ મહિલા સરપંચ પોતાના ગામથી ઝુંબેશનો પ્રારંભ કરાવશે. તાલુકાના 33346 પૈકી 9468 ઘરમાં શૌચાલય નથી,જેના નિર્માણ માટે તા. પં. કચેરીમાં યોજાયેલી બેઠકમાં તા.25/11થી ઝુંબેશ શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. મોરઝર, મોટા કાદિયા અને કંડાય ગામની મહિલા સરપંચ ધરાવતી પંચાયતો દ્વારા અભિયાનનો આરંભ કરાવશે.

પછાત વિસ્તારમાં હજુ ખાસ કરીને મહિલા બહેનોને શૌચાલય માટે બહાર જવું પડે છે, એવી વાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી. રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલાવી હતી ત્યારે ભાઇને કાંઇક આપવાનું હોય તે હેતુથી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છબીલભાઇ પટેલે પોતાના મત વિસ્તારના નખત્રાણા તાલુકાના શૌચાલય સુવિધા કોઇ ઘરોમાં બાકી રહી જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તાલુકાના તમામ સરપંચો, ઉપસરપંચો, તલાટીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

{ મોરઝર, મોટા કાદિયા અને કંડાય ગામથી ઝુંબેશ કરવા નિર્ણય

મહિલા સરપંચના ગામોના દરેક ઘરમાં હશે સુવિધા