તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નખત્રાણામાં આખલા યુદ્ધ કોઇ નિર્દોષનાં મોતનું કારણ બનશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નખત્રાણામાં આખલા યુદ્ધ કોઇ નિર્દોષનાં મોતનું કારણ બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણામાંઘણા સમયથી રખડતા ઢોરની સંખ્યા વધી રહી છે. રહેણાક વિસ્તાર, મુખ્ય બજાર, શહેરના માર્ગો કોલ પણ સ્થળ એવું નથી કે આખલાની હાજરી હોય.

ખરી સમસ્યા ત્યારે સર્જાય છે, જ્યારે આખલાઓ મસ્તીએ ચડે કે યુદ્ધે ચડે. બુલમસ્તીથી નગરજનોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં એક આખલાએ અડફેટે લેતાં એક વેપારીનું મૃત્યુ થયું હતું. જેમ સ્મશાન વૈરાગ્ય આવે છે, તેમ પંચાયતે થોડા દિવસ રખડતા ઢોરની પકડવાની ઝુંબેશ આદરી હતી, પરંતુ ખર્ચને પહોંચી શકતા ફરી રખડતા ઢોરોએ શહેરના માર્ગો બાનમાં લીધા છે. વાહનચાલકો અને રાહતદારીઓને અડફેટે લઇ રહ્યા છે. આમ બુલમસ્તી નગરજનો માટે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

ફરી કોઇ વ્યક્તિ કે વાહનચાલક આખલાઓનો શિકાર બને તે પહેલાં રખડતા ઢોરને પકડીને તેના માલિકો ઉપર પણ દંડનીય કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે. નાની-મોટી ઇજા કરવાના બનાવો, તો બનતા હોય છે, પણ તંત્ર કોઇ જીવલેણ બનાવની રાહ જોઇને બેઠું છે. કોઇનાં મૃત્યુ પછી કડક કાર્યવાહી હાથ ધરાશે.

ભર બજારે લડતા આખલાઓની રોજીંદી તસવીર. તસવીર: લખન દેસાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો