Home » Gujarat » Bhuj » Nakatrana » રોકડ વ્યવહાર માટે એકજ બારી તેમજ માર્ગદર્શન ન અપાતાં હાલાકી

રોકડ વ્યવહાર માટે એકજ બારી તેમજ માર્ગદર્શન ન અપાતાં હાલાકી

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 03:05 AM

નખત્રાણાની દેના બેંકમાં છેલ્લા કેટલાક સમયથી યોગ્ય વ્યવસ્થાના અભાવે વિવિધ કામોસર હાલાકી ભોગવતા ગ્રાહકોમાં...

  • રોકડ વ્યવહાર માટે એકજ બારી તેમજ માર્ગદર્શન ન અપાતાં હાલાકી
    નખત્રાણાની દેના બેંકમાં છેલ્લા કેટલાક સમયથી યોગ્ય વ્યવસ્થાના અભાવે વિવિધ કામોસર હાલાકી ભોગવતા ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઇ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના અશિક્ષિત લોકોને માર્ગદર્શન ન મળતું હોવાની તેમજ રોકડ વ્યવહાર માટે માત્ર અેકજ બારી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

    કેટલા અસંતુષ્ટ ગ્રાહકોએ કરેલા આક્ષેપ મુજબ નોટબંધી લાદવામાં આવી ત્યારથી આ બેંકમાં રોકડ ઉપાડવા કે જમા કરવા તેમજ અન્ય નાણાકીય વ્યવહારો માટે માર્ગદર્શન આપવા માટે કોઇ જવાબદાર કર્મચારી ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાણા આપવા અને જમા કરવા માટે એકજ કેશિયર હોવાથી દૈનિક લાંબી કતાર લાગે છે. વર્તમાન સમયે બેંકિંગ ક્ષેત્રે ણપ ગળાકાપ હરીફાઇ છે તેવા સંજોગોમાં દેના બેંકના સત્તાધિશો આ દિશામાં યોગ્ય કરે તેવી માગ બળવત્તર બની રહી છે.

    નખત્રાણાની દેના બેંકમાં વ્યવસ્થાના અભાવથી ગ્રાહકોમાં ફેલાઇ નારાજગી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending