Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Nakatrana » મોટા યક્ષમાં કાલે 54 કુંડી સીતારામ મંત્રજાપ મહાયજ્ઞ વિરામ પામશે

મોટા યક્ષમાં કાલે 54 કુંડી સીતારામ મંત્રજાપ મહાયજ્ઞ વિરામ પામશે

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 03:05 AM

નખત્રાણા તાલુકાના મોટા યક્ષમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલો 54 કુંડી સીતારામ જપ મહાયજ્ઞ તા. 16/3ના વિરામ લેશે....

  • મોટા યક્ષમાં કાલે 54 કુંડી સીતારામ મંત્રજાપ મહાયજ્ઞ વિરામ પામશે

    નખત્રાણા તાલુકાના મોટા યક્ષમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલો 54 કુંડી સીતારામ જપ મહાયજ્ઞ તા. 16/3ના વિરામ લેશે. ભૂમિની પવિત્રતા માટે ઉજવાઇ રહેલા આ ધર્મોત્સવનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.

    હાઇ વે પર આવેલી સાત સ્ટેપવાળી યજ્ઞશાળામાં ચાલી રહેલા યજ્ઞ વિશે વિગતો અાપતાં જ્ઞાનીદાસ ત્યાગી મહારાજે જણાવ્યું હતું કે, ઋષિકાળમાં આવા જપ યજ્ઞ થતા જેના પગલે ભગવાનનો સાક્ષાત્કાર થતો હતો. વર્તમાન સમયે આ પરંપરા ભુલાઇ ગઇ છે તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, સીતારામ જપ સાથે આહૂતિ આપવાથી ભૂમિ પવિત્ર બને છે.

    સ્થાનિક ઉપરાંત દેવપર, નખત્રાણા, મંજલ, લાખાડી સહિતના ગામના કાર્યકરોની દેખરેખ હેઠળ કરાયેલાં આયોજનમાં મુખ્ય આચાર્ય પદે પંડિત દીપુ શાસ્ત્રી સેવા આપી રહ્યા છે. જખરાજ ભોવા, ડોસાભાઇ ભોવા, ધીરૂભાઇ, પરસોતમ વાસાણી, શાંતિભાઇ પટેલ, મૂળજી પટેલ, પચાણભાઇ છાભૈયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

    આટલી સામગ્રની આહૂતિ અપાશે

    તા. 6/3થી શરૂ થયેલા આ મહાયજ્ઞમાં 60 ડબા દેશી ઘી, 175 કિલો સૂકો મેવો, 350 કિલો ચોખા, 350 કિલો જવ, 350 કિલો કાળા તલ, 150 કિલો ગોળ અને 3250 કિલો જેટલી અન્ય હવન સામગ્રીની આહૂતિ અપાશે. વાંસના લાકડામાંથી બનાવાયેલી યજ્ઞશાળાના હવન કૂંડમાં 24 કલાક અગ્નિ પ્રદીપ્ત રહે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending