તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નખત્રાણા જૂનાવાસમાં રોડ પર ગટરના પાણી વહી રહ્યા છે

નખત્રાણા જૂનાવાસમાં રોડ પર ગટરના પાણી વહી રહ્યા છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાનાજૂનાવાસમાં પોસ્ટ ઓફિસ રોડ પર છેલ્લા 15 દિવસથી બદબૂ મારતાં ગટરના પાણી વહી રહ્યા છે. લોકોનું ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં કોઇ પગલાં લેવાતાં નથી. જૂનાવાસના પોસ્ટ ઓફિસ રોડ પર હનુમાનજી અને શિતલા માતાજીના મંદિરો આવેલા છે, અહીં દર્શન માટે આવતા દર્શનાર્થીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત છે. પંચાયતના સભ્યો પણ કોઇ કામગીરી કરતા નથી, તેમ વિસ્તારના રહેવાસી ગોવિંદભાઇ ઠક્કર જણાવે છે.

દિવસ દરમિયાન નખત્રાણામાં ગટરના પાણી વહી નીકળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...