Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Nakatrana » મોટા યક્ષ ખાતે ઉત્સાહભેર કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ

મોટા યક્ષ ખાતે ઉત્સાહભેર કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

આણંદપર (યક્ષ) | નખત્રાણા તાલુકાના મોટાયક્ષ ખાતે અગિયાર દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ...

  • મોટા યક્ષ ખાતે ઉત્સાહભેર કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ
    આણંદપર (યક્ષ) | નખત્રાણા તાલુકાના મોટાયક્ષ ખાતે અગિયાર દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં 24 કલાક સીતારામ મંત્ર જાપ, સીતારામ જપ મહાયજ્ઞ, સવારે રામકથા, બપોરે ભાગવત કથા વગેરે કાર્યક્રમ યોજાશે. રવિવારે બપોરે રામજન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બપોર બાદ ભાગવત કથામાં વક્તા તરીકે વિશાલ જોષી (નારાયણ સરોવર)વાળા વક્તપાન કરાવે છે. કથામાં કૃષ્ણજન્મોત્સવમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડતાં ગોકુલધામમાં ફેરવાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચનુભાઇ સંધાર, કાનજીભાઇ સંધાર, જખરાજજી ભોવા, પચાણભાઇ છાભૈયા, દિલીપભાઇ પટેલ, રામજી ભોવા, પરબત ભોવા, ડોશાભાઇ ભોવા, લાખાભાઇ ભોવા, સામંતભાઇ ભોવા, નવિનભાઇ ભોવા, પરસોત્તમભાઇ વાસાણી, જયેશભાઇ સોની, રમેશ સોની, જમનાદાસ ઠક્કર સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending