• Gujarati News
  • નિરોણામાં લડાકુ વિમાન ઉડતાં રહ્યાં

નિરોણામાં લડાકુ વિમાન ઉડતાં રહ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના પાવરપટ્ટીમાં પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલા નિરોણા,ખારડિયા, વંગ, બિબ્બર તેમજ સિમાડા વિસ્તારમાં એક કલાકથી વધુ સમય સુધી આઠથી દસ લડાયકુ વિમાન નીચી સપાટીએ સતત ઉડાન કરતા નજરે પડ્યા હતા.

આમ તો સરહદી વિસ્તારમાં ગામો હોવાથી અવાર નવાર વિમાનો ઉડતા નજરે ચડતા હોય છે પણ આજે સતત આકાશમાં વિમાનનો અવાજ સંભળાઇ રહ્યો હતો. વિસ્તારમાંથી 50 કિમી દૂર પાકિસ્તાન બોર્ડર આવેલી હોવાથી ઓચિંતા વિમાન ઉડાન ભર્યું હતું. સાથે એવું પણ જાણવા મળ્યું હતું કે, લશ્કરની ટ્રેનિંગ પાયલોટની હોવાથી રીતે ઉડાન નીચે સુધી ભરી રહ્યા હતા.