- Gujarati News
- વિથોણમાં સૂકું ઘાસ ખાધા પછી ઝેરી અસરથી ચાર ભેંસનાં મોત
વિથોણમાં સૂકું ઘાસ ખાધા પછી ઝેરી અસરથી ચાર ભેંસનાં મોત
નખત્રાણા |તાલુકાનાવિથોણમાં ખેડૂત અને પશુપાલનનો વ્યવસાય કરતા નાનજીભાઇ સુરાણીની વાડીના ડેલામાં રાખેલા ઘાસનું વિતરણ કર્યા પછી ભેંસોને ઝેરી અસર થવા લાગી હતી. સૂકું ઘાસ ખાધા પછી એક કલાક બાદ ઝેરની અસર થવા લાગી હતી. નખત્રાણાના પશુ ચિકિત્સક ડો. રામાણીએ જણાવ્યું કે, ખાવામાં કાંઇક આવી જવાથી મૃત્યુ પામી છે. હજુ 5 ભેંસ સારવાર હેઠળ છે.