• Gujarati News
  • National
  • નખત્રાણામાં રખડતા આખલાઓથી નગરજનો ત્રસ્ત

નખત્રાણામાં રખડતા આખલાઓથી નગરજનો ત્રસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણામાંલાંબા સમયથી જાહેર માર્ગો પર રખડતા આખલા ક્યારેક યુધ્ધે ચડીને રાહદારીઓના જીવ જોખમમાં મુકતા હોવાથી સતત ભય ફેલાયેલો રહે છે. મુખ્ય રસ્તાઓ તેમજ શેરીઓમાં પણ રખડતા ઢોરોની સમસ્યા વકરી રહી છે. આખલાની અડફેટે આવેલા બે વેપારીના મોત થયા હોવાથી સંબંધિતો દ્વારા સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ બની છે. બસ સ્ટેશન, નવા અને જુના વાસ, વથાણ ચોક સહિતના વિસ્તારોમાં આખલાઓ ઘેરો કરીને ઉભતા હોવાથી રાહદારીઓ અસલામતીની લાગણી અનુભવે છે.નધણિયાતી ગાયો અને વાછરડાઓ પણ રખડતા હોવાથી વાહન ચાલકો પણ પરેશાનીમા મુકાય છે. ગાયને ઇજા થાય કે કોઇ હુમલો કરે ત્યારે ગૌ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠે છે ત્યારે રખડતી ગૌમાતાઓની દેખભાળ માટે કેમ કોઇ આગળ નથી આવતું તેવી ટકોર કેટલાક જાગૃત નગરજનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...