Home » Gujarat » Bhuj » Mundra » ધો. 12ના પેપર નબળા જતાં ગુંદાલાની છાત્રાએ ગળે ફાંસો ખાઇ લીધો

ધો. 12ના પેપર નબળા જતાં ગુંદાલાની છાત્રાએ ગળે ફાંસો ખાઇ લીધો

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:00 PM

Mundra News - 12મા બોર્ડની સંપન્ન થયેલી પરીક્ષાના પેપર નબળા જતાં ગુંદાલાની છાત્રાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઇ...

 • ધો. 12ના પેપર નબળા જતાં ગુંદાલાની છાત્રાએ ગળે ફાંસો ખાઇ લીધો
  12મા બોર્ડની સંપન્ન થયેલી પરીક્ષાના પેપર નબળા જતાં ગુંદાલાની છાત્રાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઇ ગઇ છે. 18 વર્ષિય છાત્રાએ આયખું ટુંકાવી દેતાં તેના પરિવારજનોમાં ગમગીની ફેલાઇ જવા સાથે ભાર વગરના શિક્ષણની વાત ફરી એકવાર કાગળ પર જ રહી ગઇ છે. ગુંદાલામાં રહેતી 18 વર્ષિય હિના

  ...અનુસંધાન પાના નં. 13

  રાજેશ મ્યાત્રાએ રવિવારે સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધું હતું. પરિવારજનો હિનાના લટકતા મૃતદેહને જોઇ સ્તબ્ધ બની ગયા હતા. તાબડતોબ તેને મુન્દ્રાની હોસ્પીટલમાં લઇ જવાઇ હતી. પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પોસ્ટમોર્ટમ સહિતની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

  મુન્દ્રા મરીન પોલીસ મથકના તપાસનીશ પુનશીભાઇએ વિગત અાપતાં કહ્યું કે હતભાગી યુવતી હિનાએ 12માની બોર્ડની પરીક્ષા આપી હતી. શનિવારે સંપન્ન થયેલી પરીક્ષાના કેટલાક પેપર ધારણા કરતા નબળા જતાં હું નાપાસ થઇશ તો એવી વાતનું મનમાં લાગી આવતાં તેણે આ અંતીમ પગલું ભર્યાનું પ્રાથમિક તબકકે સામે આવ્યું છે.

  વિધ્યાર્થીઓ તણાવમુકત પરીક્ષા આપે તે માટે અથાગ પ્રયાસો કરવા છતાં આવા કિસ્સાઓ સદંતર અટકવાનું નામ જ લેતા નથી. કારકીર્દી ઘડતરની લ્હાયમાં ભાર યુકત ભણતરનો બોજો વેઠી છાત્રો છેવટે તો પોતાની મહામુલી જિદંગીથી હાથ ખોઇ બેસે છે તે આ કિસ્સા પરથી વધુ એકવાર ફલીત થયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ