Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » માંડવીથી નાથદ્વારા આંતરરાજ્ય લક્ઝરી કોચ બસ સેવા શરૂ

માંડવીથી નાથદ્વારા આંતરરાજ્ય લક્ઝરી કોચ બસ સેવા શરૂ

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:00 PM

માંડવી એસટી ડેપો દ્વારા સૌ પહેલીવાર આંતરરાજ્યની લાંબાં અંતરની બસ સેવા શરૂ કરતાં પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો...

  • માંડવીથી નાથદ્વારા આંતરરાજ્ય લક્ઝરી કોચ બસ સેવા શરૂ
    માંડવી એસટી ડેપો દ્વારા સૌ પહેલીવાર આંતરરાજ્યની લાંબાં અંતરની બસ સેવા શરૂ કરતાં પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે.

    માંડવી-મુન્દ્રા વિસ્તારના પ્રવાસીઓને આબુ, ઉદયપુર, નાથદ્વારાના ધાર્મિક સ્થળોને જોડતી માંડવી-નાથદ્વારા બસ સેવાને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ લીલીઝંડી આપી શરૂ કરાવી હતી. 718 કિમીની લાંબાં અંતરની મુસાફરી માટે સિટિંગ-સ્લિપિંગ કોચ માંડવીથી બપોરે 1:45 વાગ્યે ઉપડી બીજા દિવસે નાથદ્વારા સવારે 6 વાગ્યે પહોંચાડશે. નાથદ્વારાથી એ જ કોચ બપોરે 3:30 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 8:10 કલાકે માંડવી પરત પહોંચાડશે. પ્રવાસીઓ માટે સિટિંગમાં 532 તેમજ સ્લિપિંગમાં 611નું ભાડું હાલમાં નક્કી કરાયું છે. આ વેળાએ અરવિંદ ગોહિલ, ચંદુલાલ વાડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, નરેન સોની, પંકજ રાજગોર, વિનુ થાનકી, ડેપો મેનેજર મયૂર રાઠોડ, ટીઆઇ અમન પંડ્યા, એટીઆઇ પચાણભાઇ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

    લાંબા રૂટમાં પ્રવાસીઓ માટેની સગવડો

    માંડવી-નાથદ્વારા લક્ઝરી કોચમાં 30 સિટિંગ અને 15 સ્લિપિંગની એમ કુલ્લ 45 પ્રવાસીઓ માટે દરેક સીટ પર મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ, મ્યૂઝિક સિસ્ટમની સાથે જે-તે સ્ટેશન પર ઉતરવા માટે સ્પિકરથી સૂચના સહિતની સગવડો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending