Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » નાના કપાયાના 2 બુટલેગરો હદપારીના ભંગ બદલ ઝબ્બે

નાના કપાયાના 2 બુટલેગરો હદપારીના ભંગ બદલ ઝબ્બે

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:00 PM

મુન્દ્રા-તાલુકાના નાના કપાયા મુકામે દારૂનો ધંધો કરતા બે બુટલેગરોને પ્રાંત અધિકારીના આદેશથી 5 જીલ્લામાંથી હદપાર...

  • નાના કપાયાના 2 બુટલેગરો હદપારીના ભંગ બદલ ઝબ્બે
    મુન્દ્રા-તાલુકાના નાના કપાયા મુકામે દારૂનો ધંધો કરતા બે બુટલેગરોને પ્રાંત અધિકારીના આદેશથી 5 જીલ્લામાંથી હદપાર કરાયા હતા. આમ છતાં હદપારીનો ભંગ કરી તેઓ ફરી કપાયા ખાતે દેખાતાં તેમને મુન્દ્રા પોલીસે જાહેરનામાંના ઝડપી લીધા હતા.

    પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે રાત્રે મુન્દ્રા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને નાના કપાયા ખાતેથી તડીપાર કરાયેલ બે બુટલેગરોએ ફરી દેખા દીધી હોવાની બાતમી મળી હતી.

    બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઇસ્લામુલ કાસીમ હક અને બાકીરાજ રામકૃષ્ણ કાઉન્ડરને દબોચી લીધા હતા. દારૂના ગુનાઓ સંદર્ભે 13-9-17ના રોજ અા બન્ને બુટલેગરને કચ્છ,બનાસકાંઠા,પાટણ,મોરબી,રાજકોટ સહીત 5 જીલ્લાઓ માંથી હદપાર કરી દેવાયા હતા. ઝડપાયેલ બન્ને બુટલેગર વિરુધ્ધ કલમ નં 142 હેઠળ મુન્દ્રા પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત કામગીરીમાં પીઆઇ જલુ કોન્સ્ટેબલ કાનજીભાઈ આહિર,રાજેશભાઈ કુંભારવાડીયા,પ્રદ્યુમનસિંહ ગોહિલ,ખોડુભા ચુડાસમા, રજાકભાઈ સોતા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

    માછીસવ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending