તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે પ. કચ્છના પોલીસ મથકોના અધિકારીઓ આચાર્યોને સન્માનશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પ. કચ્છના પોલીસ મથકોના અધિકારીઓ આચાર્યોને સન્માનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરુપૂર્ણિમાનિમિત્તે પશ્ચિમ કચ્છના 20 પોલીસ મથકોના અધિકારીઓ મંગળવારે તેમના વિસ્તારની સ્કૂલો અને શાળાના આચાર્યોને સાલ ઓઢાડી સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે સવારે ગુરુપૂર્ણિમાના સપરમા દિવસે પશ્ચિમ કચ્છના 20 પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સબ પોલીસ ઇન્સ્પેક્ટરો તેમના વિસ્તારમાં આવતી કોઇ પણ એક મનપસંદ સ્કૂલ કે શાળાના આચાર્યોને તેમની શાળામાં સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરી મુખ્ય શિક્ષકને શાલ ઓઢાડી નાળિયર-સાકર આપી ગુરુ અભિવાદન કરશે. ભુજ તાલુકાના નારાણપર ગામમાં આવેલી ઘનશ્યામ એકેડમીના આચાર્યને પશ્ચિમ કચ્છ મહિલા પીએસઆઇ દ્વારા સન્માનિત કરવામાં આવશે, જ્યારે ભુજની વ્હાઇટ હાઉસ સ્કૂલના આચાર્યને ડિવિઝન પોલીસના પીઆઇ સન્માનશે, જ્યારે પટેલ ઇંગ્લિશ સ્કૂલના મીનાબેન હિરાણીને સાલ ઓઢાળી અભિવાદન કરવામાં આવશે, જ્યારે મુન્દ્રા પોલીસના પીઆઇ નવીનાળ પ્રાથમિક શાળાના આચાર્યનું સાલ ઓઢાડી સન્માન કરશે. મુન્દ્રા મરીન, ગઢશીશા પોલીસ સ્ટેશન, માંડવી પોલીસ સ્ટેશન, માંડવી મરીન, માનકુવા, પધ્ધર, નખત્રાણા, દયાપર, ખાવડા, નલિયા, વાયોર, નરા, કોઠારા, નારાયણ સરોવર, જખૌ-જખૌ મરીન તમામ પોલીસ મથકોના અધિકારીઓ કુઇ પધ્ધર પ્રા. શાળા, ભેરૈયા પ્રા. શાળા, ત્રણ ટુકર કન્યા વિદ્યાલય, મોઢવા પ્રા. શાળા, કોડકી પ્રા. શાળા, કાળીતલાવડી પ્રા. શાળા, પોલીસ લાઇન પ્રા. શાળા, માતાના મઢ પ્રા. શાળા, ખારી પ્રા. શાળા, ભાનુશાલી પ્રા. શાળા, વાગોઠ પ્રા. શાળા, હાજીપીર પ્રા. શાળા, સાંધવ પ્રા. શાળા, વાંકુ પ્રા. શાળા, લીંબડીવાંઢ પ્રા. શાળા દરેક સ્કૂલના મુખ્ય શિક્ષકોનું તે વિસ્તારના પોલીસ અધિકારી સન્માન કરશે. કાર્યક્રમમાં તમામ શાળાના નિવૃત્ત આચાર્યોને બોલાવવામાં આવશે અને તમામ કાર્યક્રમનો ખર્ચ સુરક્ષા સેતુ અંતર્ગત કરવામાં આવશે, તેવું પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણે જણાવ્યું હતું.

20 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં યોજાશે કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો