તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 8 વર્ષથી નવા ઉદ્યોગોને પ્લોટ ફાળવણી અટકી

8 વર્ષથી નવા ઉદ્યોગોને પ્લોટ ફાળવણી અટકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં2007 પછી GIDCએ જમીનના અભાવે કોઇ ઉદ્યોગોને પ્લોટ ફાળવ્યા નથી, પરંતુ હવે સરકારી ખરાબાની જમીન નજરાવવાની પ્રક્રિયા ચાલુ છે. જેથી 2017માં ઓનલાઇન અરજીઓ મગાવાય તેવી શક્યતાઓ છે.

દેશમાં કચ્છ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. જે અંદાજે 45652 ચો.કિ.મી.માં ફેલાયેલો છે. છતાં કચ્છમાં છેલ્લા 8 વર્ષથી વસાહત સ્થાપવા જમીનના અભાવે GIDCએ કોઇ નવા ઉદ્યોગને પ્લોટ ફાળવ્યા નથી ! જોકે, હવે પૂર્વ કચ્છમાં સરકારી ખરાબાની જમીન નજરાવવાનું શરૂ કરાયું છે. જો ક્યાંય એવી જમીન દેખાશે તો સરકાર પાસે દરખાસ્ત મૂકાશે અને જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાશે. જોકે, હજુ સુધી કોઇએ પ્લોટની માગણી મૂકી નથી એટલે કોઇ પેન્ડિંગ અરજી હાથ ઉપર નથી.

ભુજમાં માધાપર હાઇવે પાસે જીઆઇડીસી વસાહતમાં બેન્ટોનાઇટ અને મગફળીના ધમધમતા શેડ.

સૌથી ઉંચો ફાળવણી ભાવ ગાંધીધામમાં

GIDCનીભુજ કચેરી દ્વારા 2015ની 1લી એપ્રિલથી કચ્છમાં અલગ-અલગ 13 વિસ્તારોમાં પ્લોટ ફાળવણીની કિંમત નક્કી કરાઇ છે. જેમાં સૌથી ઉંચા ભાવ ગાંધીધામમા 4010 રૂપિયા છે. પછી મીઠીરોહરમાં 650, ધ્રબમાં 500, ભુજ-અંજારમાં 330, માંડવી-નયા અંજાર-નખત્રાણા-માખેલમાં 320, માધાપરમાં 270 અને મુન્દ્રા-નાગોરમાં માત્ર 250 રૂપિયા ભાવ બોલે છે.

1100માંથી900 પ્લોટ કાર્યરત

સૂત્રોમાંથીમળતી વિગતો મુજબ કચ્છમાં GIDC વસાહતમાં ઉદ્યોગોને અંદાજે 1100 જેટલા પ્લોટ ફાળવાયા છે. જેમાં 900 જેટલા પ્લોટો કાર્યરત છે.

ઉદ્યોગચાલુ હોય તો પ્લોટ ટ્રાન્સફર સંભવ

જોકોઇ પાર્ટીને જીઆઇડીસી વસાહતમાં પ્લોટ ફાળવાયો હોય અને તેમાં ઉદ્યોગ શરૂ કરાયો હોય તો તે અન્ય પાર્ટીને પ્લોટ ટ્રાન્સફર નથી શકતો, પરંતુ ઉદ્યોગ ચાલુ હોય અને અન્ય પાર્ટીને પ્લોટ ટ્રાન્સફર કરવા માગતો હોય તો પેનલ્ટી ભરીને ટ્રાન્સફર કરી શકે છે.

જીઆઇડીસી વસાહતમાં કાર્યરત ઔદ્યોગિક સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છમાં ઉદ્યોગ માટે પ્લોટ ફાળવવા અરજી કરનારાઓમાંથી ઉદ્યોગો શરૂ કરવામાં બહુ ઓછાને રસ હોય છે. જીઆઇડીસી પાસેથી નજીવા દરે જમીન મળ્યા બાદ ખરેખર ઉદ્યોગ શરૂ કરનારાઓ ઓનથી જમીન મેળવી લેતા હોય છે. જો વિસ્તારમાં જમીનોના ભાવ ઉંચા હોય તો કેટલાક ફાળવાયેલી જમીનને સોદા સપાટાનો વ્યવસાય બનાવી દેતા હોય છે. જેથી મૂળ હેતુ માર્યો જતો હોય છે.

ઉંચા ભાવે સોદા-સપાટા પણ થાય છે

45652 ચો.કિ.મી.નો ફેલાવો ધરાવતા જિલ્લામાં વસાહત સ્થાપવા યોગ્ય જમીન મળતી નથી !

GIDC દ્વારા પૂર્વ કચ્છમાં નવી વસાહત ઊભી કરવા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ

વર્ષ સુધી ઉદ્યોગ શરૂ કરાય તો જમીન જપ્તી

કોઇપાર્ટીએ GIDC પાસે ઉદ્યોગ માટે પ્લોટ ફાળવવા માગણી કરી હતી હોય અને તેને પ્લોટ ફાળવવામાં આવ્યો હોય તે તારીખથી 1 વર્ષ સુધીમાં ઉદ્યોગ શરૂ કરે તો પ્લોટ જપ્તીની શક્યતા રહે છે.

ઓનલાઇનઅરજી

જોકચ્છમાં જમીન સંપાદન પ્રક્રિયા પાર પડી ગઇ, તો 2017ના પ્રારંભે ઓનલાઇન અરજી મગાવાશે. સિવાય મેન્યુઅલ અરજીઓ સ્વીકાર્ય બનશે નહીં.

વર્ષે35 પ્લોટ ટ્રાન્સફર થાય છે

GIDCનાઅધિકારી દેસાઇએ જણાવ્યું હતું કે, સરેરાશ 35 જેટલા પ્લોટ ટ્રાન્સફરની અરજીઓ આવતી હોય છે. જેમાં ચકાસણી કર્યા બાદ નિયમોને અનુસરીને પ્લોટ ટ્રાન્સફરની વિધિ કરી આપવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...