તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોખા ટોલ ગેટને માસિક 18 લાખનો ધૂંબો

મોખા ટોલ ગેટને માસિક 18 લાખનો ધૂંબો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલહાઇવે ઓથોરીટીએ 1200 કરોડના માતબર ખર્ચે ગાંધીધામથી શિરાચા જંકશન સુધી 73.400 કિમી રોડનું નિર્માણ કરી મુન્દ્રા તાલુકાના મોખા ખાતે ટોલગેટનું સ્થાપન કર્યું. હાલ રિલાયન્સ સંચાલીત ટોલ ગેટ પર કાયદાને અનુસરી વાહનોની ક્ષમતા મુજબ ટોલ વસુલાય છે, પરંતુ ટોલ આસપાસ વિસ્તારના તકસાધુ તત્ત્વોએ સામખિયાળીની જેમ ખેતરોમાં ચોર રસ્તો બનાવી સરકારી આવક પર તરાપ મારવાનો માસ્ટર પ્લાન અમલમાં મૂકી દેતાં પ્રતિમાસ અઢાર લાખ રૂપિયાની ખોટ સહન કરવી પડતી હોવાની ચોકાવનારી માહિતી બહાર આવી છે. ટોલના સંચાલકોએ પણ ગંભીર વાતને સમર્થન આપ્યંુ છે. સંબંધિત ખાતાઓને

...અનુસંધાનપાનાનં.4લેખિતરજૂઆત રૂપે કુંદરોડી અને રતાડીયાના ગ્રામજનોએ ટોલ બચાવવા ભારે વાહનો ગામના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરતા હોવાથી અકસ્માતના બનાવો વધવાની ભીતિ સેવી છે તે વધારામાં.

મુન્દ્રાથી ગાંધીધામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, મોખા ગામના ટોલ ગેટની આજુ બાજુ રીતે ખેતરોમાંથી ચોર રસ્તા બનાવી માલવાહક ભારે વાહનોને ત્યાંથી પસાર કરીને લેભાગુ તત્ત્વો \\\"અંગત\\\' ટોલ ઉઘરાવી રહ્યા છે. }રાહુલ દાવડા

ભાસ્કર અેક્સપોઝ

ઘટસ્ફોટ|નેશનલ હાઇવે ઓથોરિટીએ 1200 કરોડના ખર્ચે રોડ બનાવ્યો, તકસાધુઓએ ચોર રસ્તો બનાવ્યો

ટોલગેટથી અડધા કિમી પહેલાં ડાબી બાજુએ કુંદરોડી તરફ અને જમણી બાજુએ મોખા અને લુણી તરફ ખાનગી માલીકીના ખેતરોમાંથી જતી ગાડાવાટ પર ભારે વાહનોને દોરી જવાય છે.ધોરી માર્ગ પર આવેલા ઢાબાઓ પરથી મળતીયાઓ વાહનોને દિશા સુચન આપે છે. ત્યારબાદ ત્યાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી નાકા પર ચુકવવા પાત્ર રકમ 300ને બદલે પરબારા 150 રૂપિયા વસુલી જવા દેવાય છે. કેટલાક કિસ્સાઓમાં વસુલી લુખ્ખા તત્ત્વો કરે છે, જ્યારે અમુક ગતિવિધિઓમાં ખાનગી ખેતરોના માલીકોની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે. જાણકાર ગાડી માલીકો પણ અંગત હિત સાધવા સમગ્ર પ્રક્રિયાને ઉત્તેજન આપતા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

ટોલનાસંચાલકો શું કહે છે

ઉપરોક્તબાબતોને સમર્થન આપતા ટોલ નાકા પર મેનેજર તરીકે ફરજ બજાવતા ક્રિશ્ના સિંઘે સમગ્ર ગતિવિધિઓથી સંબંધીત ખાતાઓને અવગત કરાયા હોવાનું જણાવ્યું હતું. વિશેષમાં સ્થાનીક વાહનોને માસીક 230 રૂપિયાનો પાસ આપી અમર્યાદિત અવરજવરનો પરવાનો અપાય છે, જેનો ગેરલાભ ઉઠાવવા વિવિધ જિલ્લાઓના પાસિંગ ધરાવતા બે હજાર ભારે વાહનોની આર.સી. બુક મુન્દ્રા તાલુકાના નામે તબદીલ થઇ હોવાની આંચકાજનક બાબત પર પ્રકાશ પાડ્યો હતો. જેના પરથી આગામી વર્ષોમાં નેશનલ હાઇવે ઓથોરીટીને કેટલો માર સહન કરવો પડશે તેનો અંદાજો લગાવી શકાય છે.

ટોલગેટસામે પણ થયો અંગૂલીનિર્દેશ

સમગ્રઘટનાઓથી પરિચિત તાલુકાના જાણકાર વર્તુળો કાર્યરત ટોલનાકા તરફે આંગળી ચિંધી તેને પણ ગેરકાયદે ગણાવ્યું હતું. વર્ષ અગાઉ 19/1/2000ના જીપીસીબી બોર્ડ સંચાલીત પર્યાવરણ હિયરિંગ થયું ત્યારે ત્રણ વર્ષના સમયગાળામાં સરકારી સૂચી પૂર્ણ કર્યા બાદ ટોલ ગેટ કાર્યરત કરવાનો સ્પષ્ટ નિર્દેશ કરાયો હતો. આજ વર્ષ બાદ પણ નીતિ-નિયમોને ધરાર અવગણી સર્વિસ રોડની પૂર્તિ વિના ટોલ ગેટ શરૂ કરી ગેરકાયદે ઉઘરાણુ અમલમાં મૂકી દેવાયાની લાગણી દર્શાવી રહ્યા છે.

કઈ રીતે કરાય છે ઉઘરાણું ?

અન્ય સમાચારો પણ છે...