• Gujarati News
  • National
  • મુન્દ્રામાં લાકડાંના ભંગાર સાથે 2ની કરાઇ ધરપકડ

મુન્દ્રામાં લાકડાંના ભંગાર સાથે 2ની કરાઇ ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાખાતે પોલીસે શંકાના આધારે એક ટેમ્પો ઉભો રખાવી તપાસ કરતાં અંદરથી આધાર-પુરાવા વિનાનો લાકડાંનો ભંગાર મળી આવતાં ટેમ્પોમાં બેઠેલા 2 શખ્સોની અટક કરવામાં આવી હતી.

મુન્દ્રા પોલીસે શંકાના આધારે ભૂખી નદી પાસેથી પસાર થતા ટેમ્પો નંબર જીજે-12-એડબલ્યુ-4545ને ઉભો રાખી તપાસ કરતાં અંદર બેઠેલા બે શખ્સો આમીરખાન નિઝામખાન પઠાણ (રહે. સુંદરપુરી, ગાંધીધામ) તથા અલ્તાફ અહમદઅલી ખોજા (રહે. મુન્દ્રા)ને પૂછપરછ કરતાં ટેમ્પોમાં ભરેલા લાકડાંના ભંગાર વિશે કોઇ સ્પષ્ટતા કરી શકતા શંકાના આધારે લાકડાના ભંગાર (કિંમત 17,750) તથા 8 લાખનો ટેમ્પો એમ કુલ 8,17,750ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...