• Gujarati News
  • National
  • કચ્છના ચાર તાલુકામાં વરસાદે હેત વરસાવ્યું

કચ્છના ચાર તાલુકામાં વરસાદે હેત વરસાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ,અંજાર, મુન્દ્રા અને ભુજ તાલુકાના કેટલાક ગામોમાં રવિવારે સાંજે વરસાદ અચાનક તુટી પડતા બફારાથી ત્રસ્ત લોકોએ રાહતનો દમ લીધો હતો. થોડા સમય ચાલેલા વરસાદ બાદ માટીની સુંગધ સાથે નિકળેલા પવનના પગલે લોકો છુટ્ટીના દિવસની મજા માણવા બહાર નિકળી પડ્યા હતા. અલબત, સતત બીજા દિવસે પણ રાજ્યનું સૌથી વધુ તાપમાન 39 ડિગ્રી કંડલા એરપોર્ટ પર નોંધાયુ હતુ. ભુજ મહતમ 38 ડિગ્રી સાથે રાજ્યનું બીજુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.

મુન્દ્રા પંથકમાં રવિવારની સાંજે અડધા ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો હતો. તો અંજાર, ગાંધીધામ, આદિપુર અને ભુજ તાલુકાના ગામોમાં ઝાપટુ પડ્યુ હતુ. જેના પગલે લોકોના જનજીવનમાં અસર પહોંચી હતી.

છેલ્લા ત્રણ દિવસથી લગાતાર તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સતત બીજા દિવસે કંડલા એરપોર્ટ અને પોર્ટ મહતમ 39 તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ધરાવતા સ્થળ બન્યુ હતુ. સવારથીજ ...અનુસંધાનપાના નં. 6

ગરમીનાકારણે બફાતા લોકોમાં વાદળોના ઘેરાવના કારણે અને પવન સ્થીર હોવાના કારણે મોડી બપોર સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી સહન કરી હતી. પરંતુ સાંજે 6 વાગ્યાના અરસામાં કુકમા, અંજાર, આદિપુર, ગાંધીધામમાં અચાનક વરસાદ તુટી પડતા વાતાવરણ હળવુ થયુ હતુ. તો સાડાઉ, ભુજપર,દેશલપર,સમાઘોઘા,પ્રાગપર,કારાઘોઘા સુધી સાંજથી ધીમી ધારે ઝાપટા પડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મુન્દ્રા પંથક અડધા ઇંચથી ભીંજાયો

ગાંધીધામ, અંજારમાં ઝાપટું : ભુજના કેટલાક ગામોમાં છાંટા

અન્ય સમાચારો પણ છે...