• Gujarati News
  • લોહાણા જ્ઞાતિને રાજકીય ક્ષેત્રે આગળ વધવા અપીલ

લોહાણા જ્ઞાતિને રાજકીય ક્ષેત્રે આગળ વધવા અપીલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાલોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ દરમિયાન શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા જ્ઞાતિના 95 તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું.

તકે સરસ્વતી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમને સમાજના મોવડીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂક્યા બાદ જ્ઞાતિજનોનું શાબ્દિક સ્વાગત કરતા મહાજનના મંત્રી કપિલ કેસરિયાએ શુભકામનાઓ પાઠવી હતી. દીપકભાઇ ચોથાણીએ સમાજ દરેક રીતે સક્ષમ છે, ત્યારે વધુ સંગઠિત બની રાજકીય ક્ષેત્રે કબજો કરવા હાકલ કરી હતી. પ્રવીણભાઇ ગણાત્રાએ સખત જહેમત વડે સ્પર્ધાત્મક સમયમાં શિક્ષણક્ષેત્રે અવ્વલ દેખાવ કરનારા છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા. સુરેશભાઇ ઠક્કરે શિક્ષણક્ષેત્રે આગળ રહેલી સમાજની દીકરીઓની પ્રશંસા કરતાં વિદ્યાર્થીઓને તેમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. અધ્યક્ષીય સંબોધનમાં જ્ઞાતિ પ્રમુખ કિશોરભાઇ ચોથાણીએ કહ્યું કે, પ્રત્યેક ગુરુવારે દરિયાલાલ મંદિરે યોજાતી મહાઆરતીના આયોજનને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આગામી સમયમાં મેડિકલ કેમ્પ, ખીચડી વિતરણનો તખ્તો ઘડાઇ રહ્યો છે, તેનાથી વાકેફ કર્યા હતા. પ્રસંગે નિશિધ ઠક્કર, મુન્દ્રા તાલુકા ખેતાવાડી ઉત્પાદન સમિતિના ડાયરેક્ટર રમેશભાઇ ચોથાણી, રાજેન્દ્ર ચોથાણી, ભાઇલાલભાઇ ચોથાણી, કચ્છ બારના ઉપપ્રમુખ પ્રવીણચંદ્ર ગણાત્રા, એ.એસ.અાઇ.ની બઢતી મેળવનારા હરેશભાઇ સોમૈયાનું લોહાણા મહાજન દ્વારા સન્માન કરાયું હતું. પછીથી પ્રાથમિક, માધ્યમિક, સ્નાતક અને અનુ. સ્નાતક સ્તરે યશસ્વી દેખાવ કરનારા 95 તેજસ્વી તારલાનું સમાજના અગ્રેસરના હસ્તે પ્રતીક ભેટ આપી સન્માન કરાયું હતું. પીપરાણી વિધિ (પાઇલોટ), કેતન સવાણી (સી.એ.), જગદીશ (બી.ઇ. સિવિલ), કિશન જોબનપુત્રા (બી.ઇ. ઇલેક્ટ્રીકલ), નિકિતા જોબનપુત્રા, ઠક્કર શ્વેતા (એમ.એ.), ઠક્કર હાર્દિક એમ., ચોથાણી હિરલ પી., ઠક્કર પ્રિયંકા આર. (બીસીએ), કાનબાર ફોરમ (બી.કોમ.)નું ઉચ્ચ ટકાવારી સાથે ઉત્તીર્ણ થવા બદલ વિશેષ સન્માન કરાયું હતું. મુન્દ્રા લોહાણા મહિલા મંડળ અને ફાલ્ગુની ઠક્કરના માર્ગદર્શન હેઠળ સોલો ડાન્સ, ગ્રૂપ નૃત્ય અને એકાંકી જેવી સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓએ ઉપસ્થિત જ્ઞાતિજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

મુન્દ્રા લોહાણા મહાજન આયોજિત કાર્યક્રમમાં તનસુખ ભગદે, શાંતિલાલ પૂજારા, હરેશ મડૈયાર, મહેન્દ્ર ઠક્કર, વસંત ગંધા, અમૂલ ચોથાણી, વિમલ જોબનપુત્રા, યોગેશ પીપરાણી, દીપક રાયમંગ્યા, હર્ષદ અનમ, તુલસીદાસ રાયમંગ્યા, રાજેશ ચોથાણી, લોહાણા યુવક મંડળના રિષી ચોથાણી, જિગર ચોથાણી, પરેશ ઠક્કર, હાર્દિક ગણાત્રા, લખન રાયમંગ્યા, લોહાણા મહિલા મંડળના મીતાબેન ચોથાણી, નેહલબેન ઠક્કર, હેતલબેન ચોથાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે દરિયાલાલ મંદિરે મહાઆરતી યોજાયા બાદ સમૂહ પ્રસાદનો જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. આભારવિધિ રઘુવંશી સ્પોર્ટસ ક્લબના હરેશ પીપરાણીએ કરી હતી.