• Gujarati News
  • બિદડામાં બાર કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા

બિદડામાં બાર કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દબાણનગરીબિદડામાં બીજા તબક્કામાં દબાણ દૂર કરવાની કવાયતમાં એક દિવસમાં એક કોમ્પ્લેક્સમાં 4 દૂકાન, રિંગરોડ પર 8 દૂકાન સહિત 12 દૂકાનને જમીન દોસ્ત કરાઇ હતી. સોમવારે ફરી બંદોબસ્ત સાથે કોમર્શિયલ બાંધકામને હથોડા ઝિંકાશે.

રાજ્યમંત્રી તારાચંદ છેડાના અધ્યક્ષસ્થાને માસ પહેલાં મળેલા લોક દરબારમાં માંડવી, ગઢશીશા અને બિદડા ગામના દબાણોને દૂર કરવા રજૂઆત થઇ હતી, છતાં કોઇ હરકતમાં આવ્યા હતા. બિદડાના દબાણની વાત કરીએ તો 1238

...અનુસંધાનપાના નં. 4

દબાણબહાર આવ્યા છે, જેમાં 250 કોમર્શિયલ, 938 રેસીડેન્સી, જેમાં કાયદેસરના 100 ચો.વારમાં 390 જેટલા દબાણમાં કોઇ 200 મીટર તો કોઇ પંદરસો મીટર દબાણ કર્યા હોવાથી કોર્ટના આદેશની અમલવારી કવરા તંત્રો રવિવારના રજાના દિવસોમાં ધંધે લાગ્યા હતા.

(ક) ફોર્મ ધરાવતા લોકોના તેમજ 1972થી 100 ચો.વારના પ્લોટ ધરાવતા સનદવાળાના પ્લોટને માન્ય ગણીને તેમના બાંધકામ દૂર કરવામા નહીં આવે. પ્રથમ તબક્કામાં માત્ર કોમર્શિયલ બાંધકામને જમીન દોસ્ત કરવામાં આવશે, તેવું મોનિટરિંગ કરતા સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

રિંગ રોડ પાસે 35 લાખની કિંમત ધરાવતા ગ્રાઉન્ટ પ્લસ વનના કોમ્પ્લેક્સને ત્રણ જેસીબીએ ત્રણ કલાકમાં જમીન દોસ્ત કર્યું હતું. કામગીરી માટે તંત્રોને જેસીબી નહીં મળતા અંતે કંપની પાસેથી સાધનો માગવાની ફરજ પડી હતી, જ્યારે સોમવારથી ફરી પાછા કોમર્શિયલ દબાણ દૂર કરવામાં તંત્રો કામગીરી હાથ ધરશે. અવસરે નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકવા દોડી રહ્યા છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત માંડવી, મુન્દ્રાના અગ્રણીઓ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ જે.વી. દેસાઇ પાસે મૌખિક રજૂઆત કરીને રેસીડેન્સી મકાનને તોડવા માટે રજૂઆત કરીને ન્યાય કરવાની માંગ મૂકી હતી.

સરકારી તંત્રોની અગાઉની બેદરકારીના લીધે લોકો ભોગ બની રહ્યા હોવાથી ઉચ્ચ ન્યાય પાલિકાના દ્વાર સોમવારે જનહિત માટે ખટખટાવામાં આવશે. જે માટે અમદાવાદ જવા ગામના અગ્રણીઓ રવાના થઇ ગયા હોવાનું સૂત્રો જણાવ્યું હતું.

સવારે એક કોમ્પ્લેક્સની 4 દૂકાન જ્યારે રિંગ રોડ પર 8 દૂકાન પ્રથમ દિવસે તોડી પડાઇ હતી. સોમવારેના ફરી પાછો આજ વિસ્તારમાં કોમર્શિયલ દબાણ દૂર કરવામાં આવશે, જેથી પોલીસ માટે રાત્રિ વસવાટ માનવ મંદિરમાં કરાયો જ્યારે રાત્રે પેટ્રોલિંગ બિદડા ગામમાં સખત બનાવામાં આવશે.



બિદડામાં બંગલા પર બૂલડોઝર ફેરવાયું હતું. દિવસભર પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.