• Gujarati News
  • National
  • 145 કરોડની બેન્ક છેતરપિંડી અંગે સીબીઆઇએ 16 કેસ દાખલ કર્યા

145 કરોડની બેન્ક છેતરપિંડી અંગે સીબીઆઇએ 16 કેસ દાખલ કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીબીઆઇએવિવિધ કેસો કે જેમાં એકસરખી મોડસ ઓપરેન્ડી અપનાવીને બેન્ક છેતરપિંડી કેસમાં 16 કેસો નોંધાવ્યા છે. કોર્પોરેશન બેન્કની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, જેમાં બેન્કને રૂ. 145 કરોડથી વધુનું નુકસાન ભોગવવું પડ્યું છે. એજન્સી અનુસાર બેન્કની વસંત કુંજ શાખામાં લોન છેતરપિંડી કેસમાં કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે વસંત વિહાર અને આલી શાખામાં પાંચ-પાંચ કેસો નોંધવામાં આવ્યા છે.

સીબીઆઇ પ્રવક્તાએ કહ્યું હતું કે કોર્પોરેશન બેન્કના ભૂતપૂર્વ મુખ્ય મેનેજરો, સિનિયર મેનેજરો-બ્રાન્ચ મેનેજરો, અન્ય ખાનગી વ્યક્તિઓ, ખાનગી કંપનીઓ કે જેમાં તેમના પ્રોપ્રાઇટરો અને માલિકોનો સમાવેશ સહિત- જે મોટા ભાગના દિલ્હીના છે, એક વકીલ અને કેટલાક અજાણ્યા એજન્સીઓની સામે એજન્સીએ કેસો નોંધાવ્યા છે. 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં દિલ્હીમાં 10 સ્થળોએ, બે ગાઝિયાબાદમાં અને એક ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાના સ્થળેથી આરોપી વ્યક્તિઓ અને કંપનીઓના સંથળોએ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. અગાઉ કોર્પોરેશન બેન્કની વસંત કુંજ શાખામાં બેન્ક છેતરપિંડીના ત્રણ કેસ નોંધવામાં આવ્યા હતા. સીબીઆઇએ 1 જૂન, 2017એ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગ્રુપના પ્રાઇવેટ વ્યક્તિઓ વિવિધ કંપનીઓના નકલી દસ્તાવેજો બનાવી બેન્ક પાસેથી લોન છેતરપિંડી આચરતા હતા. બેન્કના સંબંધિત અધિકારીઓ પર કથિત આરોપ છે કે તેઓ લોનની અરજી પ્રક્રિયા આગળ ધપાવતા હતા.

માપદંડના પાલન માટે બેન્કો 30 ટકા મૂડીની જરૂર

રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર એસએસ મુંદ્રાએ જણાવ્યું હતું કે ભારતીય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં સ્થળાંતર કરવા માટે બેન્કોએ તેમની જોગવાઈ જરૂરિયાતમાં 30 ટકા જેટલો વધારો કરવી પડે છે. એપ્રિલ, 2018થી શરૂ થતા નાણાકીય વર્ષના સમયગાળામાં અકાઉન્ટિંદના માપદંડોનું પાલન કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ દરમ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને 43 લાખ કરોડની જરૂરત પડશે.

અન્ય સમાચારો પણ છે...