સુડધ્રોના આધેડ પર 5 શખ્સનો હુમલો
પશ્ચિમકચ્છમાં મારામારીના અલગ અલગ બનાવોમાં એક મહિલા સહિત 3 લોકોને ઇજા પહોંચતાં તમામને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અબડાસાના સુડધ્રોમાં રહેતા ભીમજી લધા મહેશ્વરીને અગાઉના ઝઘડાનૂ઼ મનદુખ રાખી અંગત અદાવતમાં 5 લોકોએ માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. ભીમજી લધા મહેશ્વરીને સોમવારે સાંજે 6.30ના અરસામાં સુમાર મગન, પ્રેમજી સુમાર, ભાવના બેન, પુરબાઇ સહિતના શખ્સોએ લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હતી. મારામારી પાછળ અંગત અદાવત કારણભુત હોવાનું જાણવા મળ્યું છે.
તરફ ભુજમાં દારૂડિયા પતિએ પોતાની પત્ત્નિને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભડારા ફળિયામાં રહેતા રૂકસાના મેમણને તેના પતિ રફીક મેમણે દારૂ પીને ઢોર માર મા્ર્યો હતો. પતિના મારથી ઘવાયેલા રૂકસાના બેન હાલમાં ભુજમાં સારવાર હેઠળ છે. તો ભુજના વોરા ફળિયામાં રહેતા જેઠાલાલ માતંગને તેનાજ પાડોશી પ્રવિણ બિહારીએ અગાઉની બાબતમાં થયેલ બોલાચાલીમાં મુઢ માર માર્યો હતો. મુન્દ્રાના નદીવાળા નાકા પાસે આમદ અલારખ્યા સીંધી નામના આધેડને સલીમ હુશેન જુણેજા, અોસમાણ ગનીએ અગાઉ થયેલ બોલાચાલી થતાં તે બાબતનું મનદુખ રાખી માર માર્યો હતો. મારામારીની તમામ ઘટના અંગે પોલીસે તપાસનો દોર આગળ ધપાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
ભુજમાં દારૂડિયા પતિએ પત્નિને મારી: મુન્દ્રાનો આધેડ પિટાયો