• Gujarati News
  • National
  • ચોમાસાંની વિદાય પૂર્વે કંઠીપટમાં ઝાપટાં : બિદડા ખાખરમાં 2 ઇંચ

ચોમાસાંની વિદાય પૂર્વે કંઠીપટમાં ઝાપટાં : બિદડા-ખાખરમાં 2 ઇંચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનીવિદાયની ઘડીઓ ગણાઇ રહી છે, ભાદરવો માસ તેની પ્રકૃતિ મુજબ પ્રખર તાપ વરસાવી રહ્યો છે, ત્યારે ગુરુવારે કંઠીપટ તરીખે ઓળખાતા માંડવી અને મુન્દ્રા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાંથી બે ઇંચ પાણી વરસી ગયું હતું.

માંડવી તાલુકાના નાની ખાખર અને બિદડામાં બપોર પછી વાતાવરણ પલટાતાં અડધા કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતાં રોડ પર પાણી વહી નીકળ્યા હતા, ગોધરામાં પણ ઝાપટું વરસ્યું હતુું. જિલ્લામાં અન્યત્ર ક્યાંક વાદળાં છવાયાં હતાં, પરંતુ ક્યાંય ઝાપટાં પડ્યાં હતાં. મુન્દ્રા તાલુકાના ગામડાઓ તેમજ

...અનુસંધાનપાનાનં.6





શહેરમાંસમી સાંજે ભાદરવાના ભુસાકા સમાન વરસાદી ઝાપટું પડતાં રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઘડીક ઠંકડ બાદ બફારો વધ્યો હતો. ઉપરાંત રાબેતા મુજબ વરસાદ સાથે વીજળી ગુલ થતા લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી.

સાંજે 4 વાગ્યાથી તાલુકાના ભુજપુર, સમાઘોઘા, બરાયા, દેશલપર, ગુંદાલા, ભદ્રેશ્વર, લુણી સહિતના ગ્રામ્ય વિસ્તારો તથા સ્થાનિક શહેરમાં વાદળછાયા માહોલ બાદ 10 મિનિટ ભારે ઝાપટું પડતાં ઠેર-ઠેર પાણીના ખાબોચિયાં ભરાયા હતા. તાલુકાના ખેડૂતોનો સંપર્ક સાધતાં તેમણે વરસાદ થકી પાકને કોઇ ફાયદો થવાનું જણાવતાં વરસાદને કારણે ઉગી નીકળતું ઘાસ પશુઓને ઉપયોગી થવાનો મત દર્શાવ્યો હતો.

ભુજમાં પારો ઉતરીને 37.2 ડિગ્રીએ પહોંચ્યો

શહેરમાંબુધવારે અચાનક 40.4 ડિગ્રી સુધી ચઢી ગયેલો પારો આજે 3 ડિગ્રી નીચે ઉતરીને 37.4 ડિગ્રીએ પહોંચતાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી. નલિયામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું.

હવેગાંધીધામ સૌથી ગરમ

ભુજપછી ગુરુવારે ગાંધીધામ ગરમ બન્યું હતું. વરસાદ બાદ સર્જાયેલા ઠંડાં વાતાવરણનો લ્હાવો લેતા સંકુલવાસીઓ બે

...અનુસંધાન પાનાનં.6

દિવસથી અચાનક ગરમીનો પ્રકોપ વધતાં અકળાઇ ઉઠ્યા હતા. બપોરે પણ ધમધમતા રહેતા માર્ગો પર તહેવારોની સીઝન હોવા છતાં ટ્રાફિક ઓછો દેખાયો હતો. મામલતદાર કચેરી પાસે અતિ તાપને લીધે એક ગાય અચાનક ઢળી પડી હતી. લોકોએ પાણી સહિતના ઉપાય કરવા છતાં તેનો જીવ બચી શક્યો હતો. અાજે કંડલા પોર્ટ 38.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બની રહ્યું હતું, જ્યારે કંડલા એરપોર્ટ 38 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું.

મુન્દ્રામાં વરસાદી ઝાંપટાંથી ભીના થયેલા માર્ગો

અન્ય સમાચારો પણ છે...