શહેરમાં આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.16/9ના સાંજે 5:30 કલાકે એન્કરવાલા સ્કૂલ, સંસ્કાર નગર, ભુજ મધ્યે સમસ્ત જ્ઞાતિની બહેનો માટે નવરાત્રિના ગરબાની તાલીમ.

ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ

તા.18/9ના સાંજે 4 કલાકે જુનુ સ્વામિનારાયણ મંદિર બાઇઓનું, પાળેશ્વર ચોક, ભુજ મધ્યે જ્ઞાતિનું સરસ્વતિ સન્માન કાર્યક્રમ.

બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ

તા.16/9થી 31/10 દરમિયાન સમસ્ત જ્ઞાતિની બહેનો માટે નવરાત્રીમાં ડાંડિયારાસ તથા ગરબાના અલગ અલગ સ્ટેપ કોમ્યુનિટી હોલ, ખત્રી ચકલા મધ્યે શીખવાડાશે. ઇચ્છુકે મો.નં. 99793 90392 પર સંપર્ક કરવો.

રાજપૂતજ્ઞાતિ મહિલા મંડળ

જ્ઞાતિનીબહેનોએ ગરબા હરીફાઇમાં ભાગ લેવા માટે તા. 18/9 સુધી મો.નં. 94275 12980 પર સંપર્ક કરવો.

સલાટજ્ઞાતિ

તા.18/9ના સવારે 10 કલાકે શૈક્ષણિક હોલ, સલાટ ડેલી મધ્યે આઠમ નિમિત્તે માતાજીનો હવન અને નવચંડીપાઠ હવન માટે મિટીંગ સર્વે જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં.

મ.કા.ચા.મો.બ્રાહ્મણજ્ઞાતિ મોઢેશ્વરી મહિલા મંડળ

મોઢબ્રાહ્મણ જ્ઞાતિના જરૂરત ભાઇઓ બહેનો માટે શિક્ષણ તથા વિધવા સહાય મેળવવા સંપર્ક પ્રમોદાબેન ભટ્ટ, આરટીઓ રિલોકેશન, 205, શેરી નં.8 ભુજનો દિવસ-8માં રૂબરૂ અથવા ફોન નં. 02832 247205નો સંપર્ક કરવો.

વિશ્વકર્માવંશજ પરિવાર સમિતિ

તા.17/9ના નવી રાવલવાડી, સહયોગ નગર ચારરસ્તા, વિશ્વકર્મા મંદિરે સાંજે 7 કલાકે મહાઆરતી તેમજ રાત્રે 8 કલાકે સમૂહ પ્રસાદ.

વૃક્ષમિત્ર સંગીત સભા

તા.17/9ના સાંજે 6થી 9 દરમિયાન મુન્દ્રા રીલોકેશન સાઇટ અને તેની આજુબાજુની સોસાયટીઓ તેમજ ભુજ શહેરના શહેરીજનોના સંગતીરસીયાઓ માટે વૃક્ષમિત્ર સંગીત સભા વૃક્ષમિત્ર ગાર્ડન, મુન્દ્રા રીલોકેશન ચાર રસ્તા મધ્યે.

પ્રમુખસ્વામી મહારાજના ચિત્ર બનાવવાની સ્પર્ધા

તા.18/9ના સવારે 9થી 12 દરમિયાન પ્રમુખસ્વામ મહારાજના અક્ષરધામની માસિક પુણ્યતિથિ નિમિત્તે કચ્છ આર્ટીસ્ટ સોસાયટી તથા સંસ્કાર ભારતીના ઉપક્રમે હમીરસર તળાવ પાસે, પેન્સનર્સ ઓટલા પર પ્રમુખ સ્વામી મહારાજના ચિત્ર બનાવવાની સ્પર્ધા યોજાશે.

ગુ.વિ.બોર્ડનાનિવૃત્ત કર્મી.ઓના પેન્શન માટે મીટિંગ

તા.17/9ના સવારે 10 કલાકે ગુજરાત વિદ્યુત શ્રમિક સંઘ દ્વારા શિવકૃપા નગર, કોલેજ રોડ, ઔદિચ્ય બ્રહ્મસમાજવાડીમાં મીટિંગનું આયોજન. કર્મચારીઓએ ઇપીએસના આધાર સ્લીપ સાથે ઉપસ્થિત રહેવું. વધુ માહિતી માટે સંપર્ક 97277 31996.

નિ:શુલ્કવ્યવસાય લક્ષી તાલીમ

દેનાગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) દ્વારા ટુંક સમયમાં વ્યવસાય લક્ષી સિલાઇ કામ, બ્યૂટીપાર્લર, મોબાઇલ રીપેરીંગ, મોબાઇલ એપ ડેવલોપમેન્ટ, કમ્પ્યૂટરને લગતા કોર્સ તથા નાના પાયાના વ્યવસાયીકો જે પોતાના વ્યવસાયનો વિકાસ કરવા માગે છે તેમના માટે સામાન્ય વ્યવસાયીક્તા વિકાસ (જનરલ ઇડીપી)ની તાલીમ કચ્છના જરૂરીયાત મંદ ભાઇઓ તથા બહેનો માટે વિનામૂલ્યે સંસ્થાના નવા સંકુલ હિરાલક્ષ્મી પાર્કની બાજુમા, ભુજોડી મધ્યે. વધુ માહિતી માટે સંપર્ક 02832 654094.

કબીરમંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે

કબીરમંદિર, માંડલિયા શેરી, પાળેશ્વર ચોક, ભુજ મધ્યે ભાદ્રપદ પૂર્ણિમા મહોત્સવ અને મહંત 108 શ્યામદાસજીના ર3મા નિર્વાણતિથિ મહોત્સવ નિમિત્તે તા. 16/9ના સવારે 9થી 12 દરમિયાન સત્સંગ, આરતી, ગુરુ મહિમા તેમજ તા. 20/9ના સાંજે 6:30 કલાકે સંતોનું સ્વાગત, સંધ્યાપાઠ રાત્રે 10:30 કલાકે સંતવાણી, તા. 21/9ના સવારે 9 કલાકે સમાધિ પૂજન, સવારે 10 કલાકે સંતોના આશીર્વચન અને બપોરે 12 કલાકે મહાપ્રસાદ.

શનિ/મંગળનાદોષ ધરાવતા ઉમેદવારો માટે જીવન સાથી સંમેલન

તા.25/9ના બપોરે 2 કલાકે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા મેંહદી નવાઝ જંગ હોલ, સેફાલી સેન્ટર સામે, પાલડી ચાર રસ્તા, અમદાવાદ મધ્યે શનિ/મંગળના દોષ ધરાવતા ઉમેદવારો માટે જીવન સાથી સંમેલનનું આયોજન. ઇચ્છુકે બાયો ડેટા, ફોટા અને જન્માક્ષર સાથે ઉપસ્થિત રહેવું. વધુ માહિતી માટે 98251 85876નો સંપર્ક કરવો.

એપ્રેન્ટીસભરતી મેળો

ભુજઆઇટીઆઇમાં તા. 6/10ના, નખત્રાણા આઇટીઆઇમાં 21/9ના, માંડવી આઇટીઆઇમાં 20/9, પાનધ્રો આઇટીઆઇમાં 22/9ના, કોઠારા (અબડાસા) આઇટીઆઇમાં 29/9ના એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાનારો હોઇ ઇચ્છુક ઉમેદવારે સંબંધિત આઇટીઆઇમાં સવારે 11થી 2 દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો.

જિલ્લાબાળ પ્રતિભા શોધ સ્પર્ધા

તા.17/9ના માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાનાર છે. જેમાં વકતૃત્વ સ્પર્ધા (અ) વિભાગનો વિષય ખેલકુદનું મહત્વ, મને શું થવું ગમે, મારે બનવું છે આદર્શ બાળક, જયારે (બ) વિભાના વિષયો વ્યાયામના લાભ, આવી નવલી નવરાત્રિ અને મે કરેલો પ્રવાસ રહેશે.

પૂર્વકચ્છ કચ્છી રાજગોર સમાજ, ગાંધીધામ

તા.17/9ના સાંજે 6:30 કલાકે કચ્છી રાજગોર સમાજ (પૂર્વ કચ્છ)ના હોદ્દેદારો અને સભ્યોની મીટિંગ ગાયત્રી મંદિર, શક્તિનગર મધ્યે.

ગર્ભવતીમાતાઓ માટે નિ:શુલ્ક પ્રવૃત્તિ વર્ગ

સમર્થભારત ગર્ભ વિજ્ઞાન કેન્દ્ર, વોર્ડ 7/સી, ગુરુકુળ માર્ગ, ગાંધીધામમાં દર બુધવારે સવારે 10થી 12 શ્રેષ્ઠ સંતાન ઇચ્છુક ગર્ભવતી માતાઓ માટે નિ:શુલ્ક પ્રવૃત્તિ વર્ગનું આયોજન.

દયાપરમાંતાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે

તા.17/9ના સવારે 9 કલાકે લખપત તાલુકાનો 49મો યુવા ઉત્સવ યોજાશે જેમાં વકતૃત્વ સ્પર્ધા ‘અ’ વિભાગના વિષય મોબાઇલના લાભાલાભ, મારા સ્વપ્નનું ભારત, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર વિષય પૈકી એક વિષય પર સ્પર્ધકોએ પાંચ મિનિટનું વકતવ્ય આપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...