તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દાદરથી 101 શ્રદ્ધાળુના ગ્રુપનું સાયકલથી મઢ તરફ પ્રસ્થાન

દાદરથી 101 શ્રદ્ધાળુના ગ્રુપનું સાયકલથી મઢ તરફ પ્રસ્થાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇદાદરથી 101 શ્રદ્ધાળુઓએ સાયકલથી માતાના મઢ તરફ પ્રસ્થાન કર્યું હતું. જેમને માંડવી-મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડાએ લીલીઝંડી આપી વિદાય આપી હતી.

આશાપુરા યુવા ગ્રૂપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં તેમણે તકે મંડળને 11 સાયકલો આપી હતી.

અતિથિ વિશેષ ધીરજભાઇ છેડા, રઘુવીરસિંહ જાડેજા, મહેશભાઇ ભાનુશાલી, દેવજીભાઇ ભાનુશાલી, બાબુભાઇ આહિરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. નવનીત પરિવારના બીપીનભાઇ ગાલા, અગ્રણી હરખચંદભાઇ ગંગર, પંકજભાઇ વીરજી, અરવિંદભાઇ ભાનુશાલી, કનૈયાલાલ ભાનુશાલી, મુરૂભા સોઢા, મહેશભાઇ છેડા સહિતના અગ્રણીઓએ સાયકલવીરોને શુભેચ્છાઓ આપી હતી.

તકે સાયકલવીરો માટે લક્કી ડ્રો યોજાયો હતો. જેમાં 21 વિજેતાઓને ઇનામો અપાયા હતા. દાતા મહેશભાઇ નાગુ રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઇ સૈયાએ કર્યું હતું.

પ્રવીણસિંહ ઝાલા, બહાદુરસિંહ જાડેજા, કરસનસિંહ જાડેજા, વેસુભા અરજણ, હિંમતભાઇ ગોસ્વામી, લક્ષ્મીચંદભાઇ દેઢીયા, સુરુભા જાડેજા અને નીતિનભાઇ ગોગરીના હસ્તે સૌને સન્માનાયા હતા.

આરંભ પહેલા કરાઇ પૂજા-અર્ચના

માંડવી-મુન્દ્રાના ધારાસભ્યએ લીલીઝંડી આપી કરાવ્યો આરંભ

અન્ય સમાચારો પણ છે...