• Gujarati News
  • National
  • ડેપ્યુટી કમીશ્નર લાંચ પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ

ડેપ્યુટી કમીશ્નર લાંચ પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેપ્યુટી કમીશ્નર લાંચ પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ

મુન્દ્રાપોર્ટ પર કસ્ટમે કન્ટૅનરમાં છુપાવેલા 27 કિલો સોનાના જથ્થાને પકડ્યા બાદ આરોપીઓમાં સીએચએ બજરંગ શર્માને તેની પત્ની સહિતનાનું નામ કઢાવવા માટે 40 લાખની લાંચ તત્કાલીન ડેપ્યુટી કમીશ્નર સંદીપ જ્યોત સિંઘે માંગી હતી. જે સોદો આખરે 30 લાખમાં પતાવ્યા બાદ વચેટીયા મારફત 20 લાખનો બીજો હપ્તો સ્વીકારવામાં આવી રહ્યો હતો ત્યારે સીબીઆઈ દ્વારા તેને રંગે હાથ પકડી પડાયા હતા. સીબીઆઈ દ્વારા ડૅપ્યુટી કમીશ્નર તપાસમાં સહયોગ કરતા હોવાનું પણ જણાવાયુ હતુ ત્યારે હવે સીબીઆઈ તેમના વિરુદ્ધ સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.

મુન્દ્રાકસ્ટમના પીઆરઓ ભુગર્ભમાં?

મુન્દ્રાકસ્ટમમાં પીઆરઓ તરીકે ભુમિકા નિભાવતા અધિકારી છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભમાં ચાલ્યા ગયાની ચર્ચાનીએ જોર પકડ્યુ છે. તેઓ કોઇથી મુલાકાત કરવાનું, ફોન રીસીવ કરવાનું પણ ટાળી રહ્યા છે. આંતરીક સુત્રોનું માનીયે તો ડેપ્યુટી કમીશ્નરને લાંચ લેતા પકડ્યાના કિસ્સામાં તેમને ગયેલા છેલ્લા ફોનકોલ્સમાં તેમનો નંબર પણ હતો.

અન્ય સમાચારો પણ છે...