• Home
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • મુન્દ્રામાં કેવડી નદી પર અદાણીએ દીવાલ ખડી કરી

મુન્દ્રામાં કેવડી નદી પર અદાણીએ દીવાલ ખડી કરી

મુન્દ્રાશહેરને અડીને આવેલા સુખપરવાસ મધ્યેથી સુખપર ટીંબા તરીકે ઓળખાતા કેવડી નદીના વહેણ પર અદાણી કંપનીના સંચાલકો...

DivyaBhaskar News Network | Updated - Jun 13, 2015, 07:10 AM
મુન્દ્રામાં કેવડી નદી પર અદાણીએ દીવાલ ખડી કરી
મુન્દ્રાશહેરને અડીને આવેલા સુખપરવાસ મધ્યેથી સુખપર ટીંબા તરીકે ઓળખાતા કેવડી નદીના વહેણ પર અદાણી કંપનીના સંચાલકો દ્વારા અવરોધરૂપ દીવાલ ચણી નખાઇ હોવાના આક્ષેપ સાથે સુખપરના ગ્રામજનોએ પ્રાંત અધિકારી તથા મામલતદાર કચેરીએ આવેદન પાઠવી તેને દૂર કરવાની માંગ કરી છે. તદુપરાંત આવેદનમાં ગૌચર જમીન, ડ્રેજિંગ થકી થતું દરિયાઇ વનસ્પતિનું નિકંદન વગેરે મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે.

માનવ અધિકાર સુરક્ષા સંઘના સભ્ય અબ્દુલરજાક બુચડ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક ગ્રામજનોએ તંત્રને આપેલા આવેદનમાં કંપનીએ બાંધેલી દીવાલ થકી ગામના રહેણાકોમાં 2થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતું હોવાનો આક્રોશ ઠાલવ્યો છે. કંપની પાસે રજૂઆત કરવા છતાં અધિકારીઓએ ગણકાર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. વળી, કંપનીએ દરિયામાં કરેલા ડ્રેજિંગ બાદ નીકળેલા રેતીના ઢગ વહેણમાં ખડકી દીધા હોવાથી પણ પાણી અવરોધાતું હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો છે. વિશેષમાં કંપની દ્વારા ગામની ગૌચર જમીન પર પણ દબાણ કરાયા બાબત તરફ અંગૂલીનિર્દેશ કરી માલધારીઓને હિજરત કરવી પડતી હોવાની લાગણી દર્શાવતાં ઉપરોક્ત વિસ્તારોની મુલાકાત લઇ પંચનામા બાદ નદી અને ગૌચરમાં કરાયેલા દબાણ મુક્ત કરવાની માંગ કરી છે.

X
મુન્દ્રામાં કેવડી નદી પર અદાણીએ દીવાલ ખડી કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App