• Gujarati News
  • મુન્દ્રામાં એક કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન બનશે

મુન્દ્રામાં એક કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન બનશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાનાજૂના જર્જરિત થયેલા બસ સ્ટેન્ડની જગ્યાએ નવું બસ સ્ટેશન બનાવવા માટે અંદાજે રૂા.1 કરોડના ખર્ચને કોર્પોરેશન દ્વારા બહાલી આપવામાં આવી છે. મુન્દ્રા ખાતેના જૂના અને જર્જરિત થયેલા બસ સ્ટેન્ડને તોડવાની મંજૂરી પણ આપી દેવામાં આવેલી છે અને ટૂંક સમયમાં નવા બસ સ્ટેશનનું કામ હાથ ધરવામાં આવશે, નવું બસ સ્ટેશન બાંધવા અંગેની એજન્સી પણ નક્કી થઇ ગયેલી છે અને કામગીરી 10 માસમાં પૂરી થાય, તે પ્રમાણે તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલી છે. એસટી બસ અનિયમિતતા તેમજ નવા રૂટો અંગે વિસ્તારની પ્રજા દ્વારા માંડવી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી તારાચંદ છેડા સમક્ષ વારંવાર રજૂઆતો થતી હતી. છેડા દ્વારા સરકારમાં રજૂઆત કરી અને કામને ઝડપથી મંજૂરી મળે અને નવા બસ સ્ટેશનનું કામ હાથ ધરાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. મુન્દ્રાને નવું બસ સ્ટેશન મળવાથી મુન્દ્રાના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે. મુન્દ્રાના બસ સ્ટેશનનો પ્લાન અત્યંત આધુનિક અને સુવિધાભર્યો છે.