• Gujarati News
  • National
  • કંઠીપટના માછીમારોને કમ્પ્યૂટર શિક્ષણમાં શ્રેષ્ઠ બનાવવાની નેમ

કંઠીપટના માછીમારોને કમ્પ્યૂટર શિક્ષણમાં શ્રેષ્ઠ બનાવવાની નેમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના નવીનાળ ગામમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા માછીમારો માટે બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરતા સમુદાયના વિકાસ માટે સહયોગની ખાતરી આપવામાં આવી હતી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાના અનેક ગામમાં શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ વિકસાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. પ્રારંભમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ એચ.જી. પાલનપુરા, ફિશરીઝ ઓફિસર વિષ્ણુભાઇ બ્રાહ્મણે, માછીમાર સમુદાયના આગેવાનો અને અદાણી ફાઉન્ડેશનના મુકેશ સક્સેના દ્વારા માછીમારો માટે આવેલા કોમ્પ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એચ.જી. પાલનપુરાએ બાળકો તથા યુવાનોને ટેક્નિકલ તાલીમ, કોમ્પ્યૂટર તાલીમ તથા ઉચ્ચ શિક્ષણ મેળવવા અનુરોધ કરવા સાથે મત્સ્ય ઉદ્યોગ વિભાગની સરકારી યોજનાઓથી માહિતગાર કર્યા હતા. અદાણી ફાઉન્ડેશનના મુકેશ સક્સેનાએ માછીમાર સમુદાયના વિકાસ માટે ફાઉન્ડેશન હમેંશા સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. નવીનાળ માછીમાર સમાજ વતી અનવર ઇબ્રાહિમે સંસ્થા દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓમાં ઉચ્ચ શિક્ષણમાં તથા આજીવિકા ઉપાર્જન માટે આપવામાં આવતા આર્થિક સહયોગ બદલ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં નવીનાળ સરપંચ સલીમ ઉંમર, હાજી કાસમ, માછીમાર આગેવાન ઇસ્માઇલ બાબુ, કાદર ઇસ્માઇલ, જુસબ સાલે વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ઇશ્વર પરમારે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અદાણી ફાઉન્ડેશન ટીમે જહેમત ઉઠાવી હતી.

નવિનાળ ખાતે માછીમારો માટેના કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરી રહેલા અદાણી ફાઉન્ડેશન તથા માછીમારક્ષેત્રના આગેવાનો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...