તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાડાઉમાં દુધથી દાઝેલી પરિણીતાએ દમ તોડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાડાઉમાં દુધથી દાઝેલી પરિણીતાએ દમ તોડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંદ્રાતાલુકાના સાડાઉ ગામે રહેતી પરિણીતા ગત 24 નવેમ્બરના પોતાના ઘરે દુધ ગરમ કરતી હતી, ત્યારે પ્રાઇમસમાં ભળકો થતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી, જેને 12 દિવસની સારવાર અપાયા બાદ બુધવારે દમ તોડ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાડાઉમાં રહેતી મુમતાજબેન શકુરભાઇ જુણેજા (ઉ.વ.25) ગત શુક્રવારે સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે પ્રાયમસ પર દુધ ગરમ કરતી હતી.એકાએક પ્રાઇમસની જાળ પહેરેલા કપડામાં લાગી જતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી, જેને પ્રથમ સારવાર મુંદ્રા સરકારી દવાખાનામાં અપાયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યા બુધવારે સવારે મુમતાજબેને અંતિમ શ્વાસ લીધો હતો, મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દુધ ગરમ કરતી વખતે પ્રાઈમસની ઝાળ કપડાંને લાગી હતી : 12 દિવસથી સારવાર હેઠળ હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો