તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રા| મુન્દ્રા તાલુકા યુનિટમાં હોમગાર્ડ કમાન્ડર તરીકે કારકિર્દીના 17 વર્ષ પુરા

મુન્દ્રા| મુન્દ્રા-તાલુકા યુનિટમાં હોમગાર્ડ કમાન્ડર તરીકે કારકિર્દીના 17 વર્ષ પુરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા| મુન્દ્રા-તાલુકા યુનિટમાં હોમગાર્ડ કમાન્ડર તરીકે કારકિર્દીના 17 વર્ષ પુરા કરનાર નિલેષ એચ પાટણીયા ને ચોમેર થી અભિનંદન સાંપડી રહ્યા છે.આ લાંબા સમયગાળા દરમ્યાન સતત પોલીસ ના સંકલન માં રહી અનેક ગુનાહિત પ્રવૃતિઓ ડામવા માં મદદગારી કરી છે.નકલી લાયસન્સ કૌભાંડ ,એટીએમ માં તસ્કરી કરનાર ને ઝડપી પાડવામાં તેમનો અહં રોલ રહ્યો છે.શહેર ના કોટ અંદર ના વિસ્તાર ને સુરક્ષા કવચ પૂરું પાડવા તેમના નેજા તળે રાત્રી દરમ્યાન તેઓ અને તેમની ટિમ સતત પહેરો ભરે છે.શહેર ના ઔદ્યોગિક વિકાસ બાદ વિસ્તાર અને વસ્તી માં વધારો થતા તેમની મદદ કાયદો વ્યવસ્થા જાળવવા માં ઉપયોગી સાબિત થતી હોવાનું ફલિત થયું છે.

મુન્દ્રાના જાગૃત પ્રહરી સમાન હોમગાર્ડ કમાન્ડરે સેવાના 17 વર્ષ પૂર્ણ કર્યા

અન્ય સમાચારો પણ છે...