તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોચા કારાઘોઘા વચ્ચેના સીમાડામાં ભર બપોરે આગ

બોચા-કારાઘોઘા વચ્ચેના સીમાડામાં ભર બપોરે આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રનાબોચા અને બેરાજા વચ્ચેના સીમાડામાં ભરબપોરે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. સૂકા ઘાસમાં લાગેલ આગને પગલે ગ્રામજનો અને ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરતાં એક કલાકના વ્યાયામ બાદ અગનજ્વાળાઓ કાબૂમાં આવી હતી. સદભાગ્યે કોઈ માલમતાને નુકસાન થવા પામ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ મુજબ બપોરે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ધોરીમાર્ગ પરથી પસાર થતા રાહદારીઓને ઉપરોક્ત સીમાડામાં ઉગેલું સૂકું ઘાસ અગનજવાળાઓમાં લપેટાયેલું નજરે ચડ્યું હતું, જેને અનુલક્ષીને આસપાસના ગ્રામજનોએ અગ્નિશામક દળોને જાણ કરી આગને કાબૂમાં લેવાની કવાયત આદરી હતી. ઘટનાની જાણ થતા અદાણી અને જીન્દાલ કંપનીના અગ્નિશામક યંત્રો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એક કલાકની જહેમત બાદ આગને કાબૂ કરી હતી, પરંતુ આગ લાગવાનું નિયત કારણ જાણી શકાયું હતું.

આગ ઓલાવી રહેલા લોકો

અન્ય સમાચારો પણ છે...