• Gujarati News
  • ગુજરાત માધ્યમિક શાળા વહિવટી કર્મચારી સંઘના સંગઠન મંત્રી નિમાયા

ગુજરાત માધ્યમિક શાળા વહિવટી કર્મચારી સંઘના સંગઠન મંત્રી નિમાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત માધ્યમિક શાળા વહિવટી કર્મચારી સંઘના સંગઠન મંત્રી નિમાયા
ભુજ: ગુજરાતરાજ્ય માધ્યમિક શાળા વહીવટી કર્મચારીસંઘ મહામંડળળની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં 2014થી 2017ના વર્ષ માટે કચ્છ જિલ્લા વહિવટી કર્મચારી સંઘના હોદ્દેદારને સ્થાન મળેલું, જેમાં કચ્છ જિલ્લાના પ્રમુખ ખત્રી મહમદ કાસમને ગુજરાત રાજ્ય માધ્યમિક શાળા વહિવટી કર્મચારીસંઘ મહામંડળના સંગઠનમંત્રી તરીકે વરણી કરવામાં આવેલી છે.
મુન્દ્રાતાલુકા રાજપૂત(ક્ષત્રિય) સમાજના ટ્રસ્ટીઓની વરણી
મુન્દ્રા: મુન્દ્રાસમસ્ત તાલુકા ક્ષત્રિય સમાજના ભાઇઓની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોની વરણી કરાઇ છે, જેમાં પ્રમુખ જાડેજા દિલાવરસિંહ બાપુભા (રતાડિયા), ટ્રસ્ટીઓ જાડેજા મહેન્દ્રસિંહ પુંજાજી (બરાયા), જાડેજા મહિપતસિંહ રામસંગજી (દેશલપર), પરમાર ભગવતસિંહ ઉમરસંગજી, જાડેજા ચંદુભા અગરસંગજી (તુંબડી)ની વરણી કરવામાં આવી છે.
સંસ્થા સમાચાર