તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

ભુજમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

ભુજ: ભુજકોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક દ્વારા વર્ષ 2014-15માં ઉતીર્ણ થયેલ બેંક સભાસદના સંતાનોને પ્રોત્સાહીત કરવાના હેતુસર બેંક દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન ચેરમેન ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તા.28/2ના સવારે 9:30 કલાકે, ટીનસીટી ગ્રાઉન્ડ, મુન્દ્રા રોડ, ભુજ મધ્યે યોજાશે.

ભુજમાંવિશ્વકર્મા મંદિરનો 16 વર્ષ બાદ જીર્ણોદ્ધાર

ભુજ: વિશ્વના સર્જનહાર પ્રભુ વિશ્વકર્માના ભુજ ખાતે આવેલ મંદિરનો 2001માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ 16 વર્ષ બાદ ફરી ભુજના સહયોગ નગર ચાર રસ્તા , નવી રાવલવાડી ખાતે જીર્ણોદ્ધાર રવિવારે યોજાશે.સવારના ભાગમાં પૂજાવિધિ અને શોભાયાત્રા સાથે 10 વાગ્યે હવન-પૂજન વિધિ કરાશે,ત્યારબાદ બપોરે સમુહ્પ્રસાદ અને દાતા ઓનું સન્માન થશે. બપોરે 3 કલાકે ગણેશજી અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નો મહોત્સવ ઉજવાશે.સાંજે 6.30 કલાકે દિવ્યેશ દુધૈયા અને કિરીટ દુધૈયા ઓરકેસ્ટ્રા પાર્ટી દ્વારા મહાઆરતી નું આયોજન કરાયું છે.રાત્રે અહી સંતવાણીનું આયોજન કરાયું છે,જેમાં મોહનભાઈ જોલાપ્રા,મણીલાલભાઈ દહીસરિયા,હરેશભાઈ ગુંદેચા,નીખીલ બાસોપિયા,યોગેશ બાસોપિયા, અને પૂનમ પરમાર કલાકારો રહેશે.

ગાયત્રીશક્તિપીઠ દ્વારા કચ્છ જીલ્લા પારિવારીક સંમેલન

ભુજ: ગાયત્રી શક્તિપીઠ દ્વારા તા.2/3ના ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ સવારે 10 થી 12 જેમાં યુગ સંગીત, દીપ પ્રાગટ્ય, દેવ આહ્વાન, પૂજન, ગાયત્રી શક્તિપીઠ દ્વારા આવેલ કાર્યક્રમની ડોક્યુમેન્ટરી, ડો.ચિન્મય પંડ્યા (ઉપકુલપતિ)નું ઉદબોધન, સાંસ્કૃતિ કાર્યક્રમ, ગાયત્રી શક્તિપીઠ ભુજ મધ્યે. ત્યારબાદ ‘માનવીય ઉત્કર્ષ’ સાંજે 3 થી 5, અદાણી મેડીકલ કોલેજ, ઓડીટોરીયમ, ભુજ મધ્યે.

આદિપુરમાંનિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

આદિપુર: તા.6/3ના સાંજે 4 થી 6:30 દરમિયાન સેવા ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ડાયાબીટીસ, પ્રેશર, બાળરોગ, કાનના બહેરાશપણાનું ચેકઅપ કેમ્પ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાના સૌજન્યથી તેમના જન્મદિન પ્રસંગે જેનેરીક દવાના પ્રચાર-પ્રસાર અને ઉપલબ્ધીના હેતુ માટે નિ:શુલ્ક દવા તથા નિદાન કરાશે. જૈન સેવા સમિતિ હોસ્પિટલ, HC-24, વોર્ડ-6/બી, સ્વામી છાત્રાલય સામે, આદિપુર ખાતે.

માંડવીમાંનિ:શુલ્ક સ્પીચથેરાપી કેમ્પ યોજાશે

માંડવી: રોટરી હોલ, ભુતડાવાડી માંડવી ખાતે તા.28/2ના સવારે 9 થી 12 કલાક દરમિયાન બાળકોમાં જોવા મળતી વિવિધ સમસ્યાઓ, તોતડાપણું, અસ્પષ્ટ ઉચ્ચાર, બોલતા બોલતા અટકવું, બાળકોની માનસિક સમસ્યા, નહિવત ભાષા વિકાસ, કોમ્યુનિકેશન ડીસોર્ડર, ડાઉન સીડરોમ, ઓટીઝમ, મંદબુધ્ધિ, મગજનો લકવો, ધ્યાનની ખામી, બહેરા-મુંગા જેવી તકલીફ ધરાવતા બાળકો તથા વ્યક્તિ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે. કેમ્પમાં સ્પીચ થેરાપી, લેંગ્વેજ થેરાપી, આઇક્યુ ટેસ્ટ જેવી સુવિધા તદન નિ:શુલ્ક રહેશે. વધુ માહિતી માટે 9374044341નો સંપર્ક કરવો.

મુન્દ્રાતાલુકાના પ્રતાપપર ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

મુન્દ્રા: તાલુકાના પ્રતાપપર ગામે જ્યોતેશ્વર મહાદેવ મંદિરે નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ્વનું તા.4,5 અને 6 માર્ચ એમ ત્રિ-દિવસીય કાર્યક્રમ યોજવામાં આવશે. તા.4/3ના શાંતિપાઠ, પ્રધાન સંકલ્પ, મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન, નવગ્રહ હોમ, તા.5/3ના જલયાત્રા, શોભાયાત્રા, પ્રધાનહોમ, સ્વપ્નવિધિ, ધર્મસભા, તા.6/3ના શિખર કળશ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, આર્શીવચન, મહાઅારતી સહિતના કાર્યક્રમ યોજાશે.

દેશલપરમધ્યે ગુંતલી માતાજીના મંદિર પેડી યોજાઇ

દેશલપર: ગામથી દોઢ કિમીના અંતરે આવેલા પ્રસિધ્ધ ગુંતલીમાતાજા મંદિરે પેડીનું આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રસંગે માતાજીના રાસગરબા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...