તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રાથી બાઇક તો ભુજમાંથી મોપેડ ચોરાયું

મુન્દ્રાથી બાઇક તો ભુજમાંથી મોપેડ ચોરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાખાતેથી એક યુવાને બજારમાં એક દુકાનની બાજુમાં રાખેલ બાઇક કોઇ હરામખોર ચોરી ગયું હતું તો ભુજમાંથી એક મોપેડની ઉઠાંતરી થઇ હતી. નવા મુન્દ્રા ખાતે ગત 31/8/15ના સનસાઇન ગ્લાસ હાઉસની પાછળ ફરિયાદી મુર્તજા શૈફુદીન વ્હોરા (ઉ.35)એ પાર્ક કરેલી મોટરસાઇકલ નં. જીજે12-બીએસ-3087 (કિંમત 25,000) કોઇ હરામખોરો ઉઠાવી જતાં, ફરિયાદીને બાબતની જાણ થતાં તેણે પોલીસમાં ફરિયાદ આપી હતી. ભુજની પોસ્ટ ઓફિસ પાસેથી લૂના મોપેડ નં. જીજે12-સીક્યુ-4507 ચોરી થઇ જતાં લૂના માલિક ઇશ્વરલાલ ઉમરશી ભાનુશાલીની ફરિયાદ બાદ પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...