• Gujarati News
  • National
  • મુંબઇના કચ્છી દાનવીર મહિલાની વિદાયથી કચ્છને સદા ખોટ પડશે

મુંબઇના કચ્છી દાનવીર મહિલાની વિદાયથી કચ્છને સદા ખોટ પડશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ-મુન્દ્રાખાતેના અને મુંબઇ વસતા દાનવીર સેવાભાવી મહિલા મંજુલાબેન વોરાનું મુંબઇ મધ્યે આકસ્મિક અવસાન થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે. તેઓ સમાજલક્ષી અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાની સાથે આર્થિક સહયોગી પણ રહેતાં હતાં. માનવસેવા અને ધર્મ પ્રત્યેની અખૂટ સેવાને લીધે તેમના ગુરૂ મ.સા.ની પ્રેરણા થતાં કોઇપણ સદકાર્ય માટે તન, મન અને ધનથી તૈયાર રહેતાં હતાં.

ભુજમાં જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટની અદ્યતન હોસ્પિટલ, મુન્દ્રા મધ્યે કુદરતી ઉપચાર કેન્દ્ર, મુંબઇ મધ્યે માટુંગા વાડી અને સુમતિ ભવન જેવાં લોકસેવાલક્ષી ભવનોના નિર્માણમાં તેમનો સહયોગ સમાજ સદાય યાદ રાખશે એમ અચલગચ્છ જૈન સંઘના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...