Home » Gujarat » Bhuj » Mundra » હવાના પ્રદૂષણ બદલ લાખાપરની એજન્સીને 15 દિ’ની ક્લોઝર નોટિસ

હવાના પ્રદૂષણ બદલ લાખાપરની એજન્સીને 15 દિ’ની ક્લોઝર નોટિસ

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 05:20 AM

ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારમાં કેટલીક ફેક્ટરી કે એકમો દ્વારા પ્રદૂષણ ઓકવામાં આવી રહ્યું છે. લોકોમાં...

  • હવાના પ્રદૂષણ બદલ લાખાપરની એજન્સીને 15 દિ’ની ક્લોઝર નોટિસ
    ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારમાં કેટલીક ફેક્ટરી કે એકમો દ્વારા પ્રદૂષણ ઓકવામાં આવી રહ્યું છે. લોકોમાં પ્રદૂષણને મુદ્દે ફરિયાદો પણ ઉભી થાય છે. મુન્દ્રા તાલુકાના લાખાપર ગામે આવેલ એક એકમ દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાનું જણાતા 15 દિવસ સુધી ક્લોઝર નોટિસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવી હોવાની વિગત મળી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ ગાંધીધામ સહિત જુદા જુદા વિસ્તારમાંથી કેટલીક કંપનીઓ કે ફેક્ટરી દ્વારા પ્રદૂષણ ખાસ કરીને રાત્રિના સમયે ફેલાવવામાં આવતું હોય છે. પ્રદૂષણની માત્રા સહિતના મુદ્દે કેટલીક ફેક્ટરીઓ પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પગલા ભરાવવામાં આવ્યા છે. તાજેતરમાં કંડલાના એજીસમાંથી એસીડ લીકેજ બનવાની ઘટના સર્જાઇ હતી. જેના કારણે પોર્ટના વર્તુળો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી. તપાસનો અહેવાલ જીપીસીબીના અધિકારી દ્વારા મોકલી પણ આપવામાં આવ્યો છે. દરમિયાન મુન્દ્રા તાલુકાના લાખાપર ગામે આવેલા મહાશક્તિ કોક દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાના મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 1981ની કલમ 31(એ) સંદર્ભે કાર્યવાહી કરીને અગાઉ પહેલા તેને નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ 14મી ફેબ્રુઆરીના 15 દિવસ સુધી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ ફટકારવામાં આવતા પ્રદૂષણ ઓકતા કેટલાક એકમોમાં હાલ દોડધામ પણ મચી ગઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ