એમ્બ્યૂલન્સના 8 કર્મી સન્માનાયા

ભાવનગર ખાતે યોજાયેલા કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનના 108 એમ્બ્યૂલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓના સન્માન સમારોહમાં કચ્છને 8...

DivyaBhaskar News Network | Updated - Feb 27, 2018, 05:20 AM
એમ્બ્યૂલન્સના 8 કર્મી સન્માનાયા
ભાવનગર ખાતે યોજાયેલા કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનના 108 એમ્બ્યૂલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓના સન્માન સમારોહમાં કચ્છને 8 એવોર્ડ અપાયા હતા. આ ઉપરાંત કર્મચારીઓના બાળકોને 4 એવોર્ડ અપાયા હતા.

ભાવનગરના કલેક્ટર હર્ષદ પટેલન અને 108ના ઓપરેશન હેડ સતીશ પટેલની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુન્દ્રા લોકેશનના 4 કર્મચારીને પ્રમાણિક્તા માટે, દુધઇના 2 કર્મચારીને દર્દીનો જીવ બચાવવા માટે તેમજ ભુજ અને દુધઇના એક-એક કર્મચારીને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ અપાયો હતો. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ માટે 4 બાળકોને એવોર્ડ સાથે સન્માનવામાં આવ્યાં હતાં.

X
એમ્બ્યૂલન્સના 8 કર્મી સન્માનાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App