તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • છાત્રોને શિક્ષણથી પોતાની આંતરિક શક્તિને ઉજાગર કરવા હાકલ

છાત્રોને શિક્ષણથી પોતાની આંતરિક શક્તિને ઉજાગર કરવા હાકલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાનાસરસ્વતી શિશુવિદ્યામંદિરમાં છાત્રોની આંતરિક શક્તિ ઉજાગર કરવાના ઉદ્દેશથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

શાળાના ટ્રસ્ટીઓ દ્વારા દિપપ્રજ્વલન થકી આરંભાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના 325 વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી કલા શક્તિને મંચ પર પ્રદર્શિત કરી હતી. ભારતીય સંસ્કૃતિની પ્રકૃતિ, પર્યાવરણ, સ્વચ્છતા, વૈદિક ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ, દશાવતાર, સામુહિક નૃત્ય સહિતની કુલ્લ 27 કૃતિઓનું નિદર્શન કરી દર્શકોની દાદ મેળવી હતી.

સમારોહમાં ઉપસ્થિત રહેલા આશુતોષ સીએફએસના ભાવિન ઠક્કરે શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી પૂરતો સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. શાળાના ટ્રસ્ટી રેવલાલ પાટીદાર, ધર્મીષ્ઠાબેન પટેલે બાળકોને શિક્ષણક્ષેત્રે આગળ વધવા અનુરોધ કર્યો હતો. સંચાલન પ્રધાનચાર્ય રાજુભાઈ ચૌહાણે કર્યું હતું. રાજુ બલાત, શ્યામ કષ્ટા, નિર્મળાબેન ગઢવી, પુષ્પાબેને કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...