તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાણથી મુક્ત રહી અભ્યાસમાં ધ્યાન લગાવવા છાત્રોને હાકલ

તાણથી મુક્ત રહી અભ્યાસમાં ધ્યાન લગાવવા છાત્રોને હાકલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાનીરોટરેક્ટ ક્લબ દ્વારા જીવનમાં આવતી વિવિધ પ્રકારની હતાશાઓનો સામનો કરી તેમાંથી બહાર નીકળવા માટેના માર્ગદર્શન માટેનો એક સેમીનાર યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં જિજ્ઞાસુઓ ઉમટી પડ્યા હતા.

મીમ્સ હોસ્પિટલ ખાતે યોજાયેલા સેમીનારમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા સાયકોલોજિસ્ટ ડો. ગૌરાંગ જોષીએ નિષ્ફળતાના વિવિધ તબક્કાઓ, સમાયોજનની માહિતી, જીવનના હકારાત્મક પાસાં, એટિટ્યુડ ચેન્જ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સેલ્ફ હિપ્નોથેરાપી સહિતની અસરકારક મનોવૈજ્ઞાનિક સારવાર વિશે વિગતે સમજ પાડી હતી.

ઉમરના વિવિધ તબક્કાઓમાં આવતી વિવિધ તકલીફોને લીધે વ્યક્તિ અલગ-અલગ પ્રકારની હતાશાઓ, નિષ્ફળતા તેમજ અણગમા જેવી પરિસ્થિતિનો ભોગ બને છે. તે જીવનમાં કોઇ નિર્ણય લઇ શકતો નથી એટલે જીવન યોગ્ય રીતે જીવી નથી શકાતું. ક્લબના પ્રમુખ કુલદિપ ચોથાણીએ કહ્યું હતું કે, પાઇલોટ પ્રોજેક્ટ અને યુથ ડિપ્રેશન મેનેજમેન્ટના પ્રયાસ રૂપે દર માસના ત્રીજા રવિવારે મુન્દ્રા અને તેના આસપાસના વિસ્તારોમાં સેવા પૂરી પડાશે. આગામી સેમીનાર 17મી ડિસેમ્બરના યોજાશે. માહિતી 94271 82209 પર મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...