• Gujarati News
  • National
  • અંજારમાં પોલીસની નજર હેઠળ કેબીનમાં જાહેરમાં વેંચાય છે ગાંજો

અંજારમાં પોલીસની નજર હેઠળ કેબીનમાં જાહેરમાં વેંચાય છે ગાંજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંવિજયનગર વિસ્તારમાં બાવા ફળિયામાં આવેલી એક દિવ્યાગની કેબીનમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજાની પડીકીઓનું ખુલ્લેઆમ ધૂમવહેચાણ થાય છે, તેમ છતા પોલીસ દ્વારા કોઇ પગલા લેવામાં આવતા હોવાનું રાવ સ્થાનિક રહેવાસીઓમાં વ્યાપક બની છે.

માહિતગાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભાટીયા ડેલી આગળ આવેલી અપંગ યુવાનની કેબીનમાં ગાંજાની નાની પડીકીઓ બનાવીને જાહેરમાં વેચાણ થતું હોવાનું અને દુકાનદારને મુન્દ્રાથી કાળો બુરખો પહેરીને આવતી મહિલા મહિના દરમિયાન ત્રણથી ચાર વખત ગાંજાના જથ્થાનો સપ્લાય કરવામાં આવતો હોવાનું સુત્રોએ જણાવ્યું છે તો બે ધડક ગાંજો વહેચનાર દુકાનદારની પત્નિ અને માતા પણ કામમાં સંકડાયેલા હોવાનું મનાય છે,બીજી તરફ કાયદાનો ખોફ રાખ્યા વગર ગાંજો વહેચનાર યુવાનની બહેન પૂર્વ કચ્છના એક પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે, જેને કારણે પોલીસ દ્વારા આંખ આડા કાન કરાતો હોવાની અહિં ના રહેવાસીઓમાં ચર્ચા છે, છેલ્લા કેટલાકય સમયથી બે ફામ ચાલતા ગાંજાના વેપાર બાબતે આજ સુધી અંજાર પોલીસ કે એલસીબી સ્ટાફ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સતવરે ઉચ કક્ષાએથી અંગે ગભીરતા લઇને પોલીસને કાર્યવાહીનો આદેશ આપે તેવી રહેવાસીઓમાં માંગ ઉઠી છે.

મારા ધ્યાનમાં નથી તપાસ કરી લઉ : એમ આર ગોડાણીયા

અંજારનાબાવા ફળિયામાં કેબીન ગાંજાનું વહેચાણ થતુ હોવા અંગે અંજાર પીએસઆઇ એમ આર ગોડાણીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મને અંગે કોઇ જાણકારી નથી જોવરાવી લઉ છુ.

મહિલા ASIના દિવ્યાંગ ભાઇની કેબીનમાં છુટથી મળે છે પડીકીઓ

મુન્દ્રાથી કાળો બુરખો પહેરી આવતી મહિલા સપ્લાય કરે છે જથ્થો

અન્ય સમાચારો પણ છે...