તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયમાં રોડનું લોકાર્પણ

માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયમાં રોડનું લોકાર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનાઅંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં નવા બનેલા સીસીરોડનું લોકાર્પણ અને ટ્રાઇસિકલ, શૈક્ષણિક કીટ સહિતનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

સંસ્થાના ઉપપ્રમુખ દિનેશ શાહના જણાવ્યા મુજબ પ્રમુખ ડો. કૌશિક શાહના અધ્યક્ષપદે અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાના અતિથિવિશેષપદે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય છેડાની 3 લાખની ગ્રાન્ટમાંથી બનાવાયેલા છાત્રાલયના સીસીરોડનું લોકાર્પણ કરાયું હતું. વેળાએ તેમણે 67મા જન્મદિન નિમિત્તે કેક કાપી હતી અને દિવ્યાંગ છાત્રાઓનું મો મીઠું કરાવ્યું હતું. સંસ્થા દ્વારા તેમને શાલ ઓઢાડી, સન્માનપત્ર આપી બહુમાનિત કરાયા હતા.

મુંબઇના દાતા હાજી સાલેમોહમદ અબ્દુલ્લાના આર્થિક સહયોગથી તેમના પ્રતિનિધિ મોહંમદ ચાકીના હસ્તે 10 દિવ્યાંગોને ટ્રાઇસિકલ, જયશ્રીબેન દાફડાના સહયોગથી 22 દિવ્યાંગ છાત્રાઓને 44 યુનિફોર્મ તથા પવિત્રાબેન જોષી અને અદિતિબેન જોષીના સહયોગથી શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમમાં કાર્યકારી નગરપતિ નરેન સોની, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુલાલ વાડીયા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદ ગોહિલ, ખુશાલ બળીયા, સી.એન. પટેલ, ગીતાબેન રાજગોર, અશ્વિન શાસ્ત્રી, અરવિંદ શાહ, કમલેશ પાઠક, સુલેમાન મીર, કિશોર સોની, દિનેશ શાહ, અશ્વિન ગજરા, ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, કિરણ સંઘવી, ગોરધન પટેલ, શાંતિલાલ ગણાત્રા, સંજય ડગાળાવાળા, રાજેશ કાનાણી, વિજય ચૌહાણ, મેહુલ શાહ, ઊર્મિલાબેન પીઠડીયા, પ્રવિણાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દાતાઓના સહયોગથી ટ્રાઇસિકલ, યુનિફોર્મ, શૈક્ષણિક કીટ વિતરીત કરાઇ

અન્ય સમાચારો પણ છે...