તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓઇલ જેટીથી વાયર જંકશન સુધી 50 કરોડના ખર્ચે પાઇપલાઇન નખાશે

ઓઇલ જેટીથી વાયર જંકશન સુધી 50 કરોડના ખર્ચે પાઇપલાઇન નખાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટ ટ્રસ્ટની અધર ઇન્ટ્રેસ્ટના નવા નિમાયેલા ટ્રસ્ટીની નિમણુંક બાદ પ્રથમ વખત શુક્રવારે બેઠક યોજાઇ હતી. ઓઇલ જેટીથી વાયર જંકશન સુધી નવી પાઇપલાઇનું નેટવર્ક નાખવા 50 કરોડના ખર્ચ સહિતની અન્ય દરખાસ્તોને મંજુરી આપવામાં આવી હતી.

ચેરમેન રવિ પરમારના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મુકવામાં આવેલી દરખાસ્તો પૈકી ત્રણના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સ્માર્ટ સિટી અંગે ટાટા કન્સન્ટટસ્ટીએ મુકેલા એસપી ઓફિસથી કંડલા- મુન્દ્રા વેસ્ટ સુધીના વિસ્તારના સૂચિત નકશા કે જેમાં શાળા, કોલેજ, રહેણાંક વગેરે બાબતોની સુવિધાઓને આવરી લેતા પ્રોજેક્ટમાં 1150 કરોડના ખર્ચ ભૌતિક- માળખાકીય સુવિધા માટે અંદાજવામાં આવ્યો છે તેની માહિતી રજૂ કરાઇ હતી. આવી રીતે ડ્રેજીંગ ઓછામાં ઓછા ખર્ચે થઇ શકે તે અને ઓઇલ પાઇપલાઇન નેટવર્ક અંગે વિગત આપવામાં આવી હતી.

મુદ્દાને પણ બહાલી

ઇન્ટ્રાઓક્યુલર લેન્સનું ટ્રાન્સપ્લાન્ટને સીજીએચએસ રેટ્સ મુજબ ચાર્જ લગાવવા, સીટીઝન્સ ચાર્ટર્સ, કેપીટીમાં પબ્લિક ગ્રીવેન્સ પ્રોસેસ, લેન્ડ રીન્યુઅલના કેસ, એલએસટીકેના બેઝીક પર 20 વર્ષ માટે એનડબલ્યુ પ્રોજેક્ટનું સપ્લાય વગેરે દરખાસ્ત ગ્રાહ્ય રાખવામાં આવી હતી.

7 કલાક સુધી કેપીટીની મેરેથોન મીટિંગમાં મહત્ત્વના નિર્ણય લેવાયા

અન્ય સમાચારો પણ છે...