સમાઘોઘાના સરપંચનું કેન્દ્રીય પંચાયતમાં સન્માન
મુન્દ્રા-એમપી ના ભોપાલ ખાતે 27/6ના રોજ આયોજીત કેન્દ્રીય પંચાયતી રાજ પરિષદ મધ્યે મુખ્ય મંત્રી શિવરાજ ચૌહાણ ના વરદ હસ્તે સમાઘોઘાનાં સરપંચ વિજયસિંહ જાડેજાને સન્માનવામાં આવ્યા હતા.
તેમની પંચાયતલક્ષી કાર્ય શૈલી ને બિરદાવતાં સમગ્ર ભારતના 2,53,000 સરપંચોમાંથી 18 સરપંચોને ભોપાલ ખાતે આયોજિત પરિષદમાં જોડાવા નું માન મળ્યું હતું .જેમાં કચ્છ જીલ્લામાંથી ફક્ત એક વિજયસિંહ જાડેજા સમાઘોઘાનાં સરપંચ તરીકે પસંદગી પામ્યા હતા.તેમની સિધ્ધી બદલ ધારાસભ્ય તારાચંદ છેડા ,રમેશ મહેશ્વરી ,તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરીયા,તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સરપંચનું સન્માન કરી રહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તથા આગેવાનો.