Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્તમાન સરકારે દરીયાકાંઠો ઉદ્યોગોને વેંચી માર્યો
મુન્દ્રા-સમગ્રભારતના 7517 કિમી વિસ્તાર ધરાવતા દરીયા કિનારામાંથી 1660 કિમી પર ગુજરાત અધિપત્ય જમાવે છે ત્યારે રાજ્યસરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગ નું અવમૂલ્યન શા માટે ના વેધક સવાલ સાથે લૂણી સ્થિત મદ્રેસા ગેટ પાસે આવેલ મેદાન માં અખીલ કચ્છ માછીમાર એસો આયોજીત ત્રણ હજાર મચ્છુઆરાઓ ની ઉપસ્થિતિ સાથેનું સંમેલન ગુંજી ઉઠ્યું હતું.
સંમેલનનો પ્રારંભ રાજકીય મેળાવડામાં થતા સન્માન કાર્યક્રમથી થયો હતો. ત્યારબાદ કાર્યક્રમના મુખ્યમહેમાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ ઉમર ગામથી ઓખા સુધી કોંગ્રેસ સરકારે માછીમારોના હીતમાં બનાવેલ જેટીઓ, હોળી અને તેના મશીનો માટે જાહેર કરેલી ધીરાણ યોજનાઓની યશગાથા વર્ણવી વર્તમાન ભાજપ સરકારે કચ્છનો દરીયાકાંઠો ઉદ્યોગોને વેંચી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહીલે સ્થાનીક માછીમારોમાં પડેલ અવિશ્વાસના બખીયા સાંધી સૌનો વિશ્વાસ સંપાદીત કરવાનો સૂચક ઈશારો કર્યો હતો. મત્સ્ય ઉદ્યોગ થકી રાજ્યસરકાર ને જંગી આવક થતી હોવા છતાં સરકારે માછીમારોના તમામ પેકેજો બંધ કરી સમુદાય સાથે કુઠારા ઘાત કર્યો હોવાની લાગણી વ્યકત કરી હતી. માછીમાર એસો.ના જત હાજી સલીમે સૌને જાગૃતી કેળવી પોતાનો હક મેળવવા એક સંપ થવાનું આહવાન કર્યું હતું. કિશોરસિંહ પરમારે કોંગ્રેસ હંમેશા માછીમારોની સાથે હોવાની ખાત્રી આપી હતી. અમીરઅલી લોઢીયાએ શિક્ષણને મહત્વ આપવા પર ભાર મુક્યો હતો.
અગ્રણીઓ હાજીઅલી અકબરશા મહેમૂદશા જીલાની (ભાભા સાહેબ), ફકીરમામદ કુંભાર, રવી ત્રવાડી સહીતના સન્માનાયા હતા.
સાડા ચારસો માછીમારો કંપનીના પ્રાંગણમાં ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યા
એક તરફ જેમના હિતમાં સંમેલન યોજાયું હતું તે માછીમારો ને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્ય સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ મધ્યે સાડા ચારસો માછીમારો પરોવાયેલા હતા. છેલ્લા એક અઠવાડીયાથી મુન્દ્રા-માંડવી અને અંજાર તાલુકાના માછીમારોને સાંકળતી ક્રિકેટ સ્પર્ધા શાંતિવન ગ્રાઉન્ડ મધ્યે ખેલાઈ રહી છે જેમાં માછીમારોની કુલ્લ 44 ટીમોએ ભાગ લીધો છે.
માછીમારો સંમેલનમાં શ્રોતા બની રહ્યા
માછીમારોનાહીતમાં યોજાયેલ સંમેલનમાં ફક્ત સરકારને આડે હાથ લઈ પક્ષીય ગુણગાન ગવાયા પરંતુ ઉદાહરણ પૂરતા એક પણ માછીમારની લેખીત કે મૌખીક રજુઆત સંપૂર્ણ કાર્યક્રમ દરમ્યાન કાને અથડાઈ હતી.
મુન્દ્રા ખાતે યોજાયેલા માછીમાર સંમેલનમાં વક્તવ્ય આપી રહેલા પ્રવક્તા અને ઉપસ્થિત માછીમારો તથા બાજુની તસવીરમાં ક્રિકેટ રમી રહેલા માછીમારો દેખાય છે.
માછીમારો વચ્ચે ની ફાટ-ફૂટ સપાટી તરી આવી
માછીમારસંમેલનના એલાન થયા બાદ બહોળી સંખ્યામાં માછીમારો એકત્રીત કરવાનો આયોજકોનો વ્યાયામ અગ્રણીઓના દામન પર જામેલી ભ્રસ્ટાચારની ચરબી છતી કરી ગયો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. માછીમાર સમુદાયના નોંધપાત્ર અગ્રણીઓએ સમુદાયથી અળગા રહી મૂક વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો.
ઉમરગામ થી ઓખા સુધીના 1660 કિમી દરિયા વિસ્તારને