તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બળદિયા અને વિરાણીયામાં 10ખેલીઝડપાયા : 7 ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળદિયા અને વિરાણીયામાં 10ખેલીઝડપાયા : 7 ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ.કચ્છમાં જુગારના બે દરોડામાં 18 ખેલી 129640ની રોકડ સાથે ઝડપાયા હતા જ્યારે 7 નાસી છુટ્યા હતા.

બળદિયા ગામે સ્મશાન પાસે આવેલા છેલામાં રવિવારે બપોરે ધાણીપાસાનો જુગાર રમી રહેલા શંકરભારતી ગોપાલભારતી ગોસ્વામી, નરશી દેવજીભાઇ મહેશ્વરી, આરીફ જુસબ મેમણ, મીઠુ મુસા જુણેજા, રાણા ખીમા આહિર, કિશોર મેઘજી સથવારા, દેવા પેથા મહેશ્વરીને 27,640 રોકડા, 4 મોબાઇલ, સહિત 30140ના મુદ્દામાલ સાથે પોલીસે રેડ પાડી પકડી લીધા હતા.આ દરોડા દરમિયાન જેરામ બબા સથવારા, રમેશ બાવા સથવારા, અયુબ ઇબ્રાહિમ મથડા પોલીસને જોઇ ભાગી છુટવામાં સફળ રહયા હતા.

મુન્દ્રા તાલુકાના વિરાણીયાથી રતડીયા જતા માર્ગ પર છાપરા નીચે જુગાર રમતા વિરાણીયા ગામના દોલુભા દેવાજી જાડેજા, રાયશી સોમાભાઇ નાયક તથા પત્રીના હીરાગર કુવરગર ગુસાઇને બાતમીના આધારે છાપો મારી 1,02,000ની રોકડ તથા 3 બાઇકો કિમત 60 હજાર સહિત 1,62,000ના મુદામાલ સાથે રંગે હાથે પકડી લીધા હતા, જ્યાે લૂણીના આતુ મહેશ્વરી, ટોડાના જગુભા દિલુભા જાડેજા, ગુંદાલાના રામજી કાથડ આહિર બાવળોની ઝાડીનો લાભ લઇ ભાગી છુટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો